Site icon

મહત્વના સમાચારઃ EPFOના સબસ્ક્રાઈબરોએ આ તારીખ સુધી UANને આધાર સાથે લિંક નહીં કરાવ્યું તો તમને આ સમસ્યા આવી શકે છે. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 23 નવેમ્બર  2021 
મંગળવાર.

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)ને આધાર કાર્ડ સાથે 30 નવેમ્બર 2021 સુધી લિકં કરાવવું આવશ્યક છે. જો હજી સુધી તમે આ કામ ના કરાવ્યું હોય તો વહેલી તકે કરાવી લેશો. અન્યથા અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

Join Our WhatsApp Community

જો તમે 30 નવેમ્બર સુધી EPFO અને આધાર નંબરને લિંક નહીં કરો તો તમારા ખાતામાં કંપની તરફથી આવતું કોન્ટ્રીબ્યુશન અટકાવી દેવામાં આવશે. તેમ જ તેને કારણે EPFના એકાઉન્ટમાંથી પૈસા કાઢવામાં પણ તકલીફ થઈ શકે. જો EPF એકાઊન્ટ હોલ્ડરનું એકાઉન્ટ આધાર સાથે લિંક નહીં હોય તો તેઓ EPFOની સર્વિસનો ઉપયોગ પણ નહીં કરી શકશે. 

આ રીતે તમે આધાર કાર્ડને લિંક કરી શકો છો.
https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ પર જવું. 

UAN અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારા એકાઉન્ટને લોગ-ઈન કરો.

મેનેજ સેકશનમાં KYC ઓપ્શન પર ક્લિક કરો. જે પેજ ઓપન થાય છે ત્યાં તમે તમારા EPF એકાઉન્ટની સાથે લિંક કરવા માટે ઘણા ડોક્યુમેન્ટની વિગત દેખાશે. 

આધાર કાર્ડનો ઓપ્શનને પસંદ કરો અને તમારો આધાર નંબર અને આધાર કાર્ડ પર લખેલા નામને ટાઈપ કરીને સેવ પર ક્લિક કરો.
તમારા KYC ડોક્યુમેન્ટસ બરાબર હશે તો તમારુ આધાર અને EPF ખાતા સાથે લિંક થઈ જશે અને તમારા આધાર કાર્ડની માહિતી સામે Verify લખેલું જણાશે.

અહીં ઉલ્લેખનીય છે કે EPFO એક્ટ અંતર્ગત કર્મચારીની બેઝિક સેલેરી પ્લસ DA ના 12 ટકા EPF એકાઉન્ટમાં નાખવામાં આવે છે. તેમ જ કંપની પણ કર્મચારીની બેઝિક સેલરી પ્લસ DA ના 12 ટકા કોન્ટ્રીબ્યુશન કરે છે. કંપનીના કોન્ટ્રીબ્યુશનમાંથી 3.67 ટકા કર્મચારીના PF એકાઉન્ટમાં જાય છે અને બાકીના 8.33 ટકા કર્મચારી પેન્શન સ્કીમમાં જાય છે. EPF એકાઉન્ટ પર વાર્ષિક 8.50 ટકા વ્યાજ મળે છે.

હવે ચપટી વગાડતા જ WhatsAppથી ડાઉનલોડ કરી શકશો તમારું COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ, બસ ફોલો કરો આ સ્ટેપ

EPFOમાં રજિસ્ટર્ડ થવાની સાથે જ કર્મચારી આ સંગઠનનો સભ્ય બની જાય છે અને તેની સાથે જ તેને 12 અંકનો યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) પણ જાહેર કરી દેવામાં આવે છે. આ નંબરની મદદથી EPFOની સુવિધાઓનો ઓનલાઈન ઉપયોગ કરી શકાય છે. UAN નંબરથી મદદથી એક કર્મચારી તેની PF એકાઉન્ટની પાસબુક ઓનલાઈન જોઈ શકે છે અને બેલેન્સ પણ ચેક કરી શકે છે.

Son Papadi: સોન પાપડીનો રહસ્યમય ઇતિહાસ: દિવાળી પર આપવામાં આવતી આ ખાસ મીઠાઈની શોધ કોણે અને ક્યારે કરી હતી?
Green Crackers: દિવાળી પહેલા દિલ્હીને સુપ્રીમ કોર્ટની ભેટ, જાણો ગ્રીન ફટાકડા ને મંજૂરી આપવા પાછળનું કારણ
Re-feeding Syndrome: બંધકો મુક્ત થયા પણ ખતરો ટળ્યો નહીં!’રી-ફીડિંગ સિન્ડ્રોમ’થી બચાવવા માટે બંધકોની સારવારમાં કેમ સાવધાની?
Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Exit mobile version