સાધ્વી દુષ્કર્મ મામલે રોહતક જેલમાં સજા ભોગવી રહેલા ગુરમીત રામ રહીમ સિંહની તબિયત અચાનક લથડી ગઈ છે.
અચાનક બ્લડ પ્રેશર ઓછું થવાને કારણે સ્થિતિ વધુ બગડતી જોઈ જેલ મેનેજમેન્ટે તેમને પીજીઆઈમાં દાખલ કર્યા છે.
પ્રારંભિક સારવાર દરમિયાન ગુરમીતમાં કોરોના હળવા લક્ષણો જોવા મળતા તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે. જોકે તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે.
રામ રહીમને હોસ્પિટલમાં ખસેડાતા ત્યાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
