જ્યા બચ્ચનની ઊંઘ ઉડાડી તોફાની બાઈકસવારોએ… જાણો વિગતે…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

25 જુલાઈ 2020

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેના સંપૂર્ણ પરિવાર (જયા બચ્ચન સિવાય) ને નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચન સિવાય અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યાને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો. જે બાદ તેઓ તમામની નાણાવટી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે. જયારે ઘરે સેલ્ફ આઇસોલેશન માં રહેતા જ્યા બચ્ચનની ઊંઘ તોફાની બાઈકસવારોએ ઉડાડી દીધી હતી. 

અહેવાલો મુજબ રાત્રિના સમયે મુંબઈના જુહૂ સ્થિત અમિતાભ બચ્ચનના બંગલો જલસાની બહારથી કેટલાક બાઇકસવારો ફૂલ સ્પિડમાં બાઇક લઈને ઝડપથી નીકળ્યા અને તેઓ અત્યંત અવાજ પણ કરી રહ્યા હતા.  બાઈક સવારોની આ ગતિવિધિથી તેઓ સતત પરેશાન થઈ તેઓએ પોલિસને જાણ કરી હતી અને બાઈકસવારોથી છુટકારો અપાવવા વિનંતી કરી હતી. 

મુંબઇ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "બાઇક ચાલકો ફૂલ સ્પિડમાં બાઇક લઈને નીકળ્યા ત્યારે જયા બચ્ચન ઘરે હતા. તેમણે અમને ફોન કરીને બાઇકરોને રોકવામાં મદદ માંગી. અમે અમારી એક ટીમ જુહુમાં સ્થિત તેમના બંગલા જલસા પર મોકલી હતી. પરંતુ ત્યાં સુધીમાં બાઇક ચાલકો ત્યાંથી ચાલ્યા ગયા હતા.  

પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, "જુહુમાં અમે રાત્રિના સમયે નાકાબંધી કરીએ છીએ. કારણ કે સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી કર્ફ્યુ હોય છે. અમે આવા લોકો સામે કાર્યવાહી પણ કરી રહ્યા છીએ, જે કર્ફ્યુ દરમિયાન વગર કોઈ ખાસ કારણ તેમના વાહનોમાં ફરવા નીકળે છે. "

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2WUtCTO  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Exit mobile version