News Continuous Bureau | Mumbai
ત્રણ વર્ષ બાદ ફરી એક વાર જેટ એરવેઝ (Jet Airways) હવાઈ સેવાઓ શરૂ કરવા જઈ રહી છે.
જેટ એરવેઝ 2.0, નવા પ્રમોટર્સ હેઠળ, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર સુધીમાં કામગીરી શરૂ કરે તેવી અપેક્ષા છે.
જેટ એરવેઝના નવા સીઈઓ સંજીવ કપૂરના જણાવ્યા અનુસાર સપ્ટેમ્બર કે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં જેટ એરવેઝનું વિમાન ફરીથી ઉડવા માટે તૈયાર થઈ જશે.
કંપનીને આશા છે કે મેની શરૂઆતમાં પ્રમાણપત્ર મળી શકે છે. તેમણે કહ્યું કે મેના અંતમાં ફ્લાઈટ ટેસ્ટ શરૂ થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ભારે દેવાંને કારણે એરલાઈન એપ્રિલ 2019માં બંધ થઈ ગઈ હતી.