Site icon

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) એ વર્ષ 2020નો ‘ધ અવાર્ડ્સ એશિયા’ જીત્યો

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

21 નવેમ્બર 2020

કલિંગ ઈંસ્ટીટ્યૂટ ઑફ ઈંડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી) ડીમ્ડ વિશ્વવિદ્યાલયે 17 નવેમ્બર 2020ના રોજ ટાઈમ્સ હાયલ એજ્યુકેશન (ટી.એચ.ઈ.) દ્વારા અપાતો 'ધ અવાર્ડ્સ એશિયા' જીત્યો છે. કે.આઈ.આઈ.ટી.ને વર્કપ્લેસ ઑફ ધ ઈયર (વર્ષનું કાર્યસ્થળ) વર્ગમાં વિજેતા જાહેર કરાયું. આ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરનાર આ ભારતની એકમાત્ર સંસ્થા છે. પોતાના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને પ્રારંભિક પ્રગતિ અથવા તો વિકાસ અને પોતાની ઉદારતાપૂર્ણ વચનબદ્ધતા માટે તેને ઓળખ મળી છે. 

કે.આઈ.આઈ.ટી. પોતાના વિક્રેન્દ્રી શાસન માટે અલગ છાપ ધરાવે છે. જેમાં મુખ્ય કર્મચારીઓને પૂરતી સ્વતંત્રતા આપવામાં આવે છે અને તેઓ કાર્યો પૂર્ણ કરી શકે તે પ્રકારની શક્તિ આપવામાં આવે છે. આ એકમાત્ર સેલ્ફ ફાઈનાન્સ વિશ્વવિદ્યાલય છે જે પરિવારવાદથી પર છે. તમામ વરિષ્ઠ અધિકારી સુપ્રસિદ્ધ શિક્ષણવિદ્ છે. કર્મચારી-અધિકારીઓની પસંદગી પ્રક્રિયા તદ્દન પારદર્શક છે. 

કર્મચારીઓ અને ફેકલ્ટીના તમામ સભ્યોએ તેનો બધો જ શ્રેય પોતાના સંસ્થાપક ડૉ.અચ્યુતા સામંતાને જ આપ્યો. ડૉ.સામંતાએ નાણાંકીય અને વહીવટી બંનેમાં સ્વતંત્રતા સાથે સંકોચ વિના કામ કરવાને પ્રણાલી પર બળ આપ્યું. તેમણે એક વાતાવરણ અને કાર્ય સુધારક પ્રણાલી બનાવી છે. જ્યાં ફેકલ્ટી અને કર્મચારી ઉન્મુક્ત મનથી પોતાની કામગીરી કરી શકે છે. પરિણામ સ્વરૂપ કે.આઈ.આઈ.ટી પોતાની સ્થાપનાના સમયથી જ વિદ્યાર્થી, માતા-પિતા, કર્મચારીઓ અને પર્યાવરણને અનુકૂળ પરિસર રહ્યો છે. 

આ નિર્ણાયક મંડળ અનેક અનુભવી વ્યક્તિઓને સાથે રાખીને બનાવવામાં આવ્યું છે. જેમણે દેશની સેંકડો સંસ્થાઓનું મૂલ્યાંકન કર્યું અને વિદ્યાર્થી, શિક્ષકો, શોધકર્તાઓ અને સ્થાનીય સમુદાય વચ્ચે ગહન સર્વેક્ષણ કરવા ઉપરાંત કે.આઈ.આઈ.ટી.ને વિજેતા જાહેર કરાઈ..

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version