Site icon News Continuous Bureau | Mumbai

ખરીફ પાકની વાવણીમાં 100 ટકા નો વધારો, કુલ 316 લાખ હેક્ટરમાં સમય પહેલાં રોપણી થઈ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

27 જુન 2020

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ 12 દિવસ પૂર્વે સમગ્ર દેશને આવરી લેતા, ખેડુતોએ કુલ 315.63 લાખ હેક્ટરમાં વાવેતર શરૂ કર્યું છે, જે ગત વર્ષે આજ સપ્તાહમાં લેવામાં આવેલા 154.53 હેક્ટર કરતા બમણું છે. તેમ ખરીફ વાવણીના આંકડા દ્વારા જાણવાં મળ્યું છે. કૃષિ મંત્રાલયના જણાવ્યા મુજબ તેલીબિયાં અને કઠોળના વાવેતરમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.  આ સમયગાળામાં કઠોળનો વધારો ત્રણ ગણો વધીને 19.40 હેક્ટર માં થયો છે.

તેલીબિયાંમાં 63.26 હેક્ટર અને  સોયાબીનમાં ગયા વર્ષ કરતાં 23 ઘણું વધીને સમાન સપ્તાહમાં વાવેતર 2.66  હેક્ટરમા થયું છે. અને અરહર 9.87 હેક્ટર મા છે, જે તે જ સમયગાળામાં નોંધાયેલા વાવેતર વિસ્તાર કરતા પાંચ ગણો વધારે છે.

 પાછલા વર્ષના સમાન સપ્તાહની તુલનામાં મગફળી હેઠળનો વિસ્તાર પણ લગભગ બમણો થઈને 18.45 થઈ ગયો છે. તેલીબિયાં મોટાભાગનો વધારો મધ્યપ્રદેશમાં થયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં કઠોળના વાવેતરમાં મોટાભાગનો વધારો નોંધાયા છે.

બીજીબાજુ કપાસમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ થઈ. ગયા વર્ષે સમાન સપ્તાહમાં 27 હેક્ટર ની તુલનામાં વર્તમાન સપ્તાહ અંતમાં 165 ટકા વધીને 71.69  થઈ ગઈ છે. 

મકાઈ અને બાજરાની વાવણી માં ત્રણ ઘણો વધારો થયો છે.  જ્યારે મહારાષ્ટ્રમાં ચોખાના સમગ્ર વિસ્તારમાં આશરે 10 હેક્ટરથી વધીને 37.71  થયું છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fZf6kD  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Exit mobile version