Site icon

KISSને મળ્યો યૂનેસ્કો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર

News Continuous Bureau | Mumbai

કલિંગ સામાજિક વિજ્ઞાન સંસ્થા (KISS)ને યૂનેસ્કો આંતરરાષ્ટ્રીય સાક્ષરતા પુરસ્કાર 2022(UNESCO International Literacy Prize 2022)  માં સર્વોચ્ચ વૈશ્વિક માન્યતાથી સન્માનિત કરાઈ છે. આ પુરસ્કારમાં 20 હજાર અમેરિકી ડોલર, એક ચંદ્રક અને એક પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ કોટે ડી આઈવરમાં યૂનેસ્કો દ્વારા આયોજિત એક વૈશ્વિક પુરસ્કાર સમારોહમાં એનાયત કરાયો. રાષ્ટ્ર નિર્માણના ઉદ્દેશથી એક જમીની સ્તર સંગઠન તરીકે KISSને ભારત(India) માંથી આ પ્રકારની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત કરના પાંચમી સંસ્થા છે. જ્યારે આ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરનારી ઓડિશા(Odisha)ની પહેલી અને એકમાત્ર સંસ્થા છે. આ ભારતીય બિન સરકારી સંસ્થામાં પુરસ્કાર પ્રાપ્ત કરનાર ત્રીજી સંસ્થા છે. કોઈ આદિવાસી આધારિત સંસ્થાને આ સન્માન મળ્યું હોય એવી દેશની આ પહેલી સંસ્થા છે. જે ભારત માટે ગૌરવની વાત છે. KISS માટે યૂનેસ્કો પુરસ્કારની જાહેરાત KISSના સંસ્થાપક ડૉ. અચ્યુત સામંતે KISS પરિસરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસના અવસરની ઉજવણી દરમિયાન કરી હતી. આ જાહેરાતને 30 હજાર KISS વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સવ તરીકે ઉજવવામાં આવી. KISS સંપૂર્ણપણે નિઃશૂલ્ક આવાસીય શિક્ષણ સંસ્થા છે. જેની સ્થાપના પ્રસિદ્ધ શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર્તા ડૉ.અચ્યુત સામંતે કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : બાપ રે.. મુંબઈના આ વિસ્તારમાં બહુમાળી બિલ્ડીંગ પર ત્રાટકી વીજળી.. વિડીયો જોઇને બે ઘડી શ્વાસ થંભી જશે.. જુઓ વિડીયો

KISSમાં અભ્યાસ કરતા 30 હજાર વિદ્યાર્થીઓ અને 40 હજાર પૂર્વ વિદ્યાર્થીઓ મળી કુલ 70 હજાર વિદ્યાર્થીઓ માટે KISS વ્યાપક વિકાસ, વ્યાવસાયિક અને રમત ક્ષેત્રે કુશળ બનવાનું માધ્યમ પ્રદાન કરે છે.. 1993માં 15 વિદ્યાર્થીઓ સાથે સ્થાપિત આ સંસ્થા આજે આદિવાસી બાળકો માટે દુનિયાની સૌથી મોટી શૈક્ષણિક સંસ્થા બની ગઈ છે. KISSનો સંયુક્ત રાષ્ટ્રની વિભિન્ન શાખાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહયોગ છે. આ 2015થી ECOSOC સાથે વિશેષ પરામર્શની સ્થિતિમાં રહ્યું છે. જે જનજાતીય સશક્તિકરણ અને શિક્ષણમાં પોતાની પહેલ માટે સંયુક્ત રાષ્ટ્રના જન સૂચના વિભાગ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત અગણ્ય પ્રશંસા અને પુરસ્કારોથી સન્માનિત થઈ ચૂકી છે. KISS કલિંગ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટેકનોલોજી (KIIT)ની એક ઘટક સંસ્થા છે. જે ડૉ.અચ્યુત સામંત દ્વારા સ્થાપિત ટેકનોલોજી યુનિવર્સિટી છે.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version