Site icon

કહાની કાર સીટ બેલ્ટની-આજે બચાવે છે કરોડો લોકોના જીવ-ભૂલથી થયો હતો આવિષ્કાર-જાણો ઈતિહાસ

News Continuous Bureau | Mumbai

કાર ડ્રાઈવ(Car drive) કરતા સમયે ઘણા લોકો વિચારતા હોય છે કે, સેફ્ટી(Safety) માટે પહેરવામાં આવતા સીટ બેલ્ટનો(Seat belt) આવિષ્કાર(Invention) ક્યારે અને કઈ રીતે થયો. તમને પણ ક્યારેક આ સવાલ થયો હશે. ત્યારે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે, સીટ બેલ્ટનો આવિષ્કાર ક્યારે અને કઈ રીતે થયો હતો. વાહનોમાં સુરક્ષા(Security in vehicles) માટે સીટ બેલ્ટ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થયુ છે. NHTSAના ૨૦૧૭ના આંકડા મુજબ મોટર વાહન દુર્ઘટનાઓમાં(vehicle accidents) સીટ બેલ્ટના કારણે ૪૭ ટકા લોકોનો જીવ બચી શક્યો છે. જો ડ્રાઈવર અને મુસાફરે સીટ બેલ્ટ પહેર્યો હોય તો અકસ્માતમાં બચી શકે છે. સીટ બેલ્ટના જીવન રક્ષક આવિષ્કાર વિશે તમે પણ વિચારતા હશો કે, સીટ બેલ્ટનો ઉપયોગ સૌથી પહેલા કઈ કારમાં થયો હશે, અને હવે અમે તમને તમારા આ સવાલનો જવાબ આપવા જઈ રહ્યા છીએ.

Join Our WhatsApp Community

સીટ બેલ્ટનો પ્રથમ વખત ઉપયોગ ૧૯મી શતાબ્દીમાં મધ્યમાં(Middle of the century) થયો હતો. એન્જિનિયર(Engineer) અને પાયલટ(Pilot) સર જ્યોર્જ કેલીને(George Cayley) સીટ બેલ્ટના અવિષ્કારક તરીકે ઓળખવામાં આવે છે.  ગ્લાઈડરોમાં(gliders) પાઈલટ સુરક્ષિત રહી શકે તે માટે રેલીએ સીટ બેલ્ટનો આવિષ્કાર કર્યો હતો. ત્યાર બાદ ૧૮૪૯માં એક કારમાં સેફ્ટી હોર્નેસ(Safety horn) અથવા બેલ્ટનો ઉપયોગ કરાયો હતો, પરંતુ તેનો હાલમાં કોઈ પુરાવો નથી. સીટ બેલ્ટ માટે સૌપ્રથમ ૧૮૫૫માં અમેરિકાના એડવર્ડ જે ક્લૈઘોર્ને(Edward J. Clyghorne) પટન્ટ કરાવ્યું હતુ.  ક્લૈગોર્નના આવિષ્કાર ને વિશેષ રુપથી ન્યૂયોર્કની ટેક્સીમાં યાત્રીકોની સુરક્ષા માટે કરાતો હતો. જોકે તે સમયે હાલના સીટ બેલ્ટની જેમ ન હતુ. ત્યારે આ બેલ્ટને મજાક-મજાકમાં ઉપયોગમાં લેવાયો હતો. આ સીટ બેલ્ટની શરૂઆત કોંટરાપશન હુકની સાથે કરાઈ હતી. ૧૮૫૫ બાદ પ્લેનમાં ટૂ પોઈન્ટ સીટ બેલ્ટનો ઉપયોગ શરૂ થયો હતો. પ્લેનમાં ઉંચાઈ દરમિયાન હાલમાં પણ મુસાફરો માટે લેપ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કારમાં ચાલકની સીટ પર બેલ્ટનો પ્રથમ વખત ઉપયોગ ૧૯૨૨માં કરાયો હતો. પ્રસિદ્ધ ઈન્ડિયાનાપોલીસ ૫૦૦ રેસર, બાર્ની ઓલ્ડફિલ્ડે પેરાશૂટ કંપનીએ(Barney Oldfield Parachute Company) પોતાની કારમાં સીટ બેલ્ટ આપવા માટે કહ્યું હતું. ઈરવિન એર ચ્યૂટ કંપનીને પ્રથમ પેરાશૂટનો ઉપયોગ કરનારી પ્રથમ ફ્રી કોલ જંપ(Free call jump) પૂર્ણ કરવાનો ખિતાબ મેળવ્યો છે. ૧૯૫૪ સુધી સ્પોર્ટ્‌સ કાર ક્લબ ઓફ અમેરિકાએ(Sports Car Club of America) રેસિંગ ઈવેન્ટમાં(racing event) સીટ બેલ્ટને ફરજિયાત જાહેર કર્યો હતો. ૧૯૪૯માં વૈકલ્પિક સુવિધા માટે સીટ બેલ્ટને રજૂ કરનારી અમેરિકાની પ્રથમ નૈશ કંપની હતી. જોકે શરૂઆતમાં નૈશના માત્ર કેટલાક હજાર જ ખરીદદાર હતા.

આ સમાચાર પણ વાંચો : પોતપોતાની ગાડીના ટાયરો તપાસી લ્યો-પહેલી ઓક્ટોબરથી વાહનના ટાયરને લાગુ પડશે આ નવા નિયમો- જાણો વિગત

વર્ષ ૧૯૫૫માં ફોર્ડ કંપનીએ વૈકલ્પિક સીટ બેલ્ટની(Optional seat belt) શરૂઆત કરી હતી, પરંતુ નૈશની જેમ જ ફોર્ડને પણ ગણતરીના જ ખરીદદાર મળ્યા હતા. વર્ષ ૧૯૫૫માં જ રોજર ડબલ્યૂ ગ્રીસ બોલ્ડ (W. Grease Bold)અને હ્યૂગ ડેહેને એક થ્રી પોઈન્ટ સીટ બેલ્ટનું પેટન્ટ કરાવ્યું હતું. આજે કારમાં જે થ્રી પોઈન્ટ સીટ બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે તે પ્રથમ વખત વર્ષ ૧૯૫૮માં વોલ્વો ડિઝાઈનર નિલ્સ બોહલિને રજૂ કરી હતી. વોલ્વોના તત્કાલિન CEOના પરિવારજનની રોડ અકસ્માતમાં મૃત્યુ થતા, વોલ્વો કારમાં સીટ બેલ્ટ ફરજિયાત કરાયું હતું.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version