Site icon

બ્યૂટી ટિપ્સ- જો તમારા વાળ પણ કન્ડિશનર લગાવ્યા બાદ ખરતા હોય તો જાણો તેની પાછળ નું કારણ

News Continuous Bureau | Mumbai

હેર કેર રૂટીનનું પ્રથમ પગલું શેમ્પૂની મદદથી વાળ સાફ કરવાનું છે. જો કે, તમે ફક્ત શેમ્પૂથી તમારા વાળની ​​કાળજી લેતા નથી, પરંતુ શેમ્પૂ કર્યા પછી વાળમાં કન્ડિશનર(conditioner) લગાવવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કન્ડિશનર તમારા વાળને નરમ બનાવે છે, વાળ ધોયા પછી તે અત્યંત સરળ અને રેશમ(silky) જેવું લાગે છે. પરંતુ ક્યારેક એવું જોવા મળે છે કે હેર કંડીશનરનો ઉપયોગ કર્યા પછી વાળ તૂટવા લાગે છે. તો આજે આ લેખમાં અમે તમને તેની પાછળના કારણો વિશે જણાવી રહ્યા છીએ-

Join Our WhatsApp Community

1. ખોટા કન્ડિશનરનો ઉપયોગ

જ્યારે તમે કન્ડિશનર લગાવો છો, ત્યારે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે યોગ્ય કન્ડિશનર પસંદ કરો. કેટલાક લોકો વાળમાં કેમિકલયુક્ત કંડીશનર (chemical conditioner)લગાવે છે અથવા વાળના પ્રકાર પ્રમાણે કંડીશનર લગાવતા નથી. જેના કારણે તેમના વાળને ફાયદો ઓછો અને નુકસાન વધુ થાય છે. ક્યારેક આના કારણે વાળ ખરવા પણ લાગે છે.

2. વધુ પડતું કન્ડિશનર લગાવવું

એ વાત સાચી છે કે કંડિશનર તમારા વાળને મુલાયમ બનાવે છે, પરંતુ એનો અર્થ એ નથી કે તમારે એકસાથે વધારે કન્ડિશનર લગાવવું પડશે. જ્યારે તમે આ કરો છો, ત્યારે તે વાળમાંથી કન્ડિશનર સારી રીતે સાફ થતું નથી. આવી સ્થિતિમાં વાળમાં કન્ડિશનર રહેવાના કારણે વાળ ખરવા(hair fall) લાગે છે.

3. ખોટી રીતે હેર કંડિશનર લગાવવું 

વાળમાં કંડીશનર લગાવવાનો ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તે યોગ્ય રીતે લગાવવામાં આવે. કેટલાક લોકો વાળ તેમજ માથાની ચામડી(scalp) પર કન્ડિશનર લગાવે છે. તેમને લાગે છે કે આનાથી તેમને વધારાનો લાભ મળશે. જ્યારે વાસ્તવમાં એવું નથી. જો તમે સ્કેલ્પમાં હેર કંડીશનર લગાવો છો, તો તેનાથી વાળ ઝડપથી ખરશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- સ્વાસ્થ્ય ની સાથે સાથે ત્વચા ને સુધારવાનું પણ કામ કરે છે ચિયા સીડ્સ- જાણો તેને ઉપયોગ માં લેવાની રીત વિશે

તો હવે તમે પણ કંડીશનર લગાવતી વખતે આ ભૂલો ના કરો અને તમારા વાળની ​​સારી રીતે કાળજી લો.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version