Site icon

માનસિક સ્વાસ્થ્ય- તમારી આ ખરાબ ટેવો તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે- સાવધાન રહો

News Continuous Bureau | Mumbai

આજકાલ મોટાભાગના લોકો મગજના રોગોનો(Brain diseases) શિકાર બની રહ્યા છે.આનું કારણ એ છે કે આજે લોકોની જીવનશૈલી(lifestyle) ખરાબ થઈ ગઈ છે. બીજી તરફ ભાગદોડ ભરેલી લાઈફમાં લોકો પોતાના સ્વાસ્થ્ય(Health) પર ધ્યાન આપી શકતા નથી. તો શું તમે જાણો છો કે તમે અજાણતામાં કેટલીક એવી ભૂલો કરી નાખો છો જે તમારા માનસિક સ્વાસ્થ્યને(mental health) નુકસાન પહોંચાડી શકે છે. અહીં અમે તમને એવી કેટલીક ભૂલો વિશે જણાવીશું જે તમારે કરવાથી બચવું જોઈએ. 

Join Our WhatsApp Community

તમારી આ ખરાબ ટેવો તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે-

અનિદ્રા-(Insomnia)

જે લોકો રાત્રે પૂરતી ઊંઘ નથી લેતા, તેમનામાં સમયની સાથે ચિંતા-તણાવ જેવી સમસ્યાઓ વધવા લાગે છે. તંદુરસ્ત અને બેહતર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય(physical health) જાળવવા માટે ઊંઘ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઊંઘની અછત તમારા મૂડ, શરીરની ઉર્જા અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. તેથી, જો તમે પણ ઊંઘ ન આવવાની સમસ્યાથી પરેશાન છો, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

 ગુસ્સાની આદત-(Anger habit)

જે લોકોને નાની-નાની વાતો પર પણ ગુસ્સે થવાની આદત હોય છે, તેમનું મન ધીરે-ધીરે કામ કરવાનું બંધ કરી દે છે. આ કારણ છે કે જ્યારે તમે ગુસ્સે થાઓ છો, ત્યારે તમારી ચેતા પર દબાણ આવે છે જે તેમને નબળા બનાવે છે, જેના કારણે મગજની શક્તિ ઓછી થવા લાગે છે. તેથી વ્યક્તિએ પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું જોઈએ. 

આ સમાચાર પણ વાંચો :  સ્વાસ્થ્ય જાણકારી-જે લોકો અડધો કલાક વોશરૂમમાં વિતાવે છે તેઓ ડાયટમાં ફાઈબરયુક્ત ખોરાક ના મદદથી ઓછી કરી શકે છે સમસ્યા-જાણો તેના અન્ય ફાયદા

જંક ફૂડ ખાવાની ટેવ(Junk food eating habits)

જંક ફૂડ અને ખાંડના વધુ પડતા સેવનથી મગજ પર ખરાબ અસર પડે છે. જંક ફૂડ ખાવાથી તમારું મગજ નબળું પડે છે. તેથી, જંક ફૂડને બદલે, તમારા આહારમાં ફાઇબર, વિટામિન્સ (Fiber, vitamins) અને આખા અનાજવાળા ખોરાકનો સમાવેશ કરો. 

મન ને તેજ બનાવે છે આ વસ્તુઓ

ડાર્ક ચોકલેટ, ગ્રીન ટી, બ્રોકોલી, અખરોટ, બદામ, બેરી, દાડમ.

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version