Site icon

આ રહી 2021માં વર્ષના શાહી કુંભ સ્નાનની તારીખો… જાણો વિગત.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
06 જાન્યુઆરી 2021 

કોરોનાના ઓછાયા હેઠળ કુંભમેળો શરૂ થઇ રહ્યો છે. મકર સંક્રાંતિને 14 જાન્યુઆરી 2021 થી કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. હરિદ્વારમાં ગંગા કિનારે લાખો શ્રદ્ધાળુઓ ભેગા થાય છે. આને શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો વિશ્વનો સૌથી મોટો મેળાવડો છે જે કુંભ મેળા તરીકે ઓળખાય છે. 

Join Our WhatsApp Community

શાસ્ત્રો અનુસાર નક્ષત્ર અને રાશિ સંકેતો નક્કી કરે છે કે કુંભ ક્યા ચાર સ્થળોએ રાખવો જોઈએ. આ ચાર સ્થળો હરિદ્વારમાં ગંગા તટ, પ્રયાગરાજમાં ગંગા-યમુના-સરસ્વતીનો સંગમ, નાસિકમાં ગોદાવરી તટ અને ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે યોજાય છે. 

ગ્રહોની આશ્ચર્યજનક હિલચાલ અને કોરોનાને લીધે આ વખતે હરિદ્વારનો કુંભ મેળો પ્રભાવિત થઈ રહ્યો છે. તે 11 મા વર્ષ બાદ આવી રહ્યો છે. સામાન્ય રીતે દર 12 વર્ષે તેને ઉજવવાની પરંપરા છે. જ્યોતિષ શાસ્ત્રો અનુસાર, મેષ રાશિમાં કુંભ અને સૂર્યમાં ગુરુનું સંગમ બને ત્યારે સંયોગ બને છે. 

આ વખતે કુંભ મેળો માત્ર 48 દિવસનો રહેશે. સામાન્ય રીતે તે 120 દિવસ સુધી ઉજવવામાં આવે છે,  આમાં 13 અખાડાના સાધુઓ મોટી સંખ્યામાં ભેગાં થાય છે. 

# કુંભ મેળા 2021નો શુભ સમય અને તારીખ…. 
◆ મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી
◆ મૌની અમાવસ્યા 11 ફેબ્રુઆરી
◆ વસંત પંચમી 16 ફેબ્રુઆરી
◆ માઘ પૂર્ણિમા 27 ફેબ્રુઆરી 
◆ મહાશિવરાત્રી 11 માર્ચ 
◆ ચૈત્ર-સોમવતી અમાસ 12 એપ્રિલ
◆ નવ સંવત્સર 13 એપ્રિલ 
◆ મેષ સંક્રાંતિ-કુંભ સ્નાન 14 એપ્રિલ 
◆ રામ નવમી 21 એપ્રિલ 
◆ ચૈત્ર પૂર્ણિમા 27 એપ્રિલ 

# કુંભ સ્નાનનું મહત્વ…. 
ધાર્મિક માન્યતાઓ અનુસાર, હરિદ્વાર કુંભ મેળા દરમિયાન પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવું શુભ છે. અને, ગંગામાં ત્રણ ડૂબકી લગાવવાથી બધા પાપોનો નાશ થાય છે અને મોક્ષ મળે છે. 

# કોરોનાને કારણે, આ વખતે કેટલાક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે…. 
 – મેળામાં આવતા લોકોએ અગાઉથી નોંધણી કરાવી લેવાની રહેશે.
– જેઓ અહીં ટ્રેન અથવા બસ દ્વારા પહોંચશે, તેઓએ કોવિડના તમામ નિયમોનું પાલન કરવું પડશે.
– રાજ્ય સરકાર થર્મલ સ્ક્રિનિંગ સહિતની વ્યવસ્થા કરશે.
– માસ્ક લગાવ્યા પછી જ કુંભ સ્નાન કરવાની મંજૂરી મળશે.
– નદી કાંઠે પગરખાં પહેરવા પર કડક પ્રતિબંધ રહેશે.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version