Site icon News Continuous Bureau | Mumbai

ફેશન ટિપ્સ- ઈન્ડો વેસ્ટર્ન રીતે કુર્તી ને પહેરવા માંગતા હોવ તો આ રીતે કરો તેને જીન્સ સાથે કેરી-તમે ખૂબ જ અદભૂત દેખાશો

News Continuous Bureau | Mumbai

જ્યારે પણ કમ્ફર્ટેબલ કપડાની વાત થાય છે ત્યારે તેમાં કુર્તીનું નામ ચોક્કસથી લેવામાં આવે છે. મહિલાઓ વિવિધ પ્રકારની કુર્તીઓને પોતાના લુકનો ભાગ બનાવવાનું પસંદ કરે છે. સામાન્ય રીતે, કુર્તીઓને એથનિક વેર તરીકે પહેરવામાંઆવે છે અને સ્ત્રીઓ તેને લેગિંગ્સ અથવા પલાઝો વગેરે સાથે સ્ટાઈલ કરે છે. પરંતુ જો તમે ઈન્ડો-વેસ્ટર્ન રીતે કુર્તી પહેરવા ઈચ્છતા હોવ તો કુર્તી સાથે જીન્સ પહેરવું સારો આઈડિયા હોઈ શકે છે. જો કે, આનો અર્થ એ નથી કે તમારે જીન્સને કોઈપણ કુર્તી સાથે જોડી દેવી જોઈએ. તેના બદલે, જીન્સ સાથે અમુક પ્રકારની કુર્તી જ સારી લાગે છે. તો આજે આ લેખમાં અમે તમને આવી જ કેટલીક કુર્તીઓ વિશે જણાવી રહ્યા છીએ

Join Our WhatsApp Channel

1. બટન સ્ટાઈલ કુર્તી

ઓફિસમાં કુર્તી સાથે જીન્સ પહેરવું હોય તો બટન સ્ટાઈલની કુર્તી સાથે સ્કિની ડેનિમ જીન્સ પહેરી શકાય. આ સેમી ફોર્મલ લુક છે, જે ઓફિસ અને કેઝ્યુઅલ માટે કેરી કરી શકાય છે. તમારા દેખાવમાં ટ્વિસ્ટ ઉમેરવા માટે તમે ફંકી કોલર, બટનો અને ટ્રેન્ડી પ્રિન્ટ અજમાવી શકો છો. સોલિડ કલરની પ્લેન કુર્તી અથવા ચેસ્ટ પોકેટવાળી ચેક્સ  કુર્તી પણ જીન્સ સાથે સારી લાગશે. આ લુકમાં સ્કાર્ફને અલગ રીતે કેરી કરો.

2. લાંબી બાંયની લાંબી કુર્તી

જીન્સ સાથે લાંબી બાંયની લાંબી કુર્તીનું કોમ્બિનેશન ખૂબ જ સારું લાગે છે. જો તમે બ્લુ ડેનિમ પર ફ્લોય કુર્તી સાથે પાર્ટીમાં જાઓ છો, તો તમે ચોક્કસપણે ખૂબ જ ખાસ દેખાશો. તમે આ આઉટફિટમાં ચોકર અને ઇયરિંગ્સને સ્ટાઇલ કરીને તમારા લુકને વધારી શકો છો.

3. શોર્ટ કુર્તી 

માત્ર પટિયાલા સલવાર જ ટૂંકા કુર્તીઓ સાથે સારી રીતે જાય છે, તેવું નથી પરંતુ તેની સાથે ડેનિમ જીન્સ પણ સરસ લાગે છે. તમે આમાં ઘણી સ્ટાઈલ કેરી કરી શકો છો. દાખલા તરીકે, કીહોલ સ્ટાઈલથી લઈને કફ્તાન્સ, પફી સ્લીવ્ઝ, અનારકલી-સ્ટાઈલ, પેપ્લમ કુર્તીઓ સરળતાથી પહેરી શકાય છે. આમાં પણ તમે અલગ પ્રિન્ટ અને પેટર્ન પસંદ કરી શકો છો. જીન્સ સાથે શોર્ટ કુર્તી પેર કરવી એ કેઝ્યુઅલ માટે એક સરસ વિચાર છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- જો તમારે તમારી ત્વચા ને સેલિબ્રિટીની સ્કિન ની જેમ નિખારવી હોય તો કરો હાઇડ્રા ફેસિયલ-જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી અહીં

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version