ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૧ મે 2021
શનિવાર
ભારતના ભાગેડું ડાયમંડ કિંગ નિરવ મોદી ના પ્રત્યાર્પણ નો રસ્તો પૂરી રીતે સાફ થઈ ગયો છે. બ્રિટનના ગૃહ મંત્રાલયે પણ પ્રત્યાર્પણ અરજી ઉપર મહોર મારી દીધી છે. ત્યારે બ્રિટનની જેલમાં બેઠેલા નીરવ મોદી એ તેની પાસે રહેલું છેલ્લું હથિયાર ઉગામ્યું છે. નીરવ મોદી એ બ્રિટનની હાઇકોર્ટમાં પોતાનો બચાવ કરવા માટે અરજી મુકી છે.
ઓક્સિજન ની અછત દૂર કરવા ભારતીય નૌકાદળ મેદાને આવ્યું, એક આખું જહાજ ભરીને ઓક્સિજન લાવે છે.
કાયદાકીય નિષ્ણાંતોનું માનવું છે કે નીરવ મોદી પાસે આ સૌથી છેલ્લો મોકો છે. ત્યારબાદ તેણે ભારત આવવું જ પડશે.
ઉલ્લેખનીય છે કે નીચલી અદાલત નીરવ મોદી ની અરજી પહેલાં જ રદ કરી દીધી છે. આ પરિસ્થિતિમાં એવું લાગે છે કે નિરવ મોદી ની આ અરજી પણ રદ થશે.
