Site icon

શું તમારી LICની પોલીસી બંધ પડી ગઈ છે- LICએ પોલિસી ફરી ચાલુ કરવા આપી છે તક- મળશે આ છૂટ

News Continuous Bureau | Mumbai

ભારતીય જીવન વીમા નિગમ(Life Insurance Corporation of India) (LIC) એ બંધ પડી વ્યક્તિગત વીમા પોલિસીને પુનઃ ચાલુ (Re-instatement of insurance policy)કરવાની તક આપી છે. બુધવાર 17 ઓગસ્ટથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એલઆઈસીના કહેવા મુજબ યુલિપ સિવાયની તમામ પોલિસીને વિલંબિત ફી માફી સાથે વિશેષ ઝુંબેશ હેઠળ પુનઃ ચાલુ કરી શકાશે. આ ઝુંબેશ પોલિસી ધારકોના લાભ માટે શરૂ કરવામાં આવી છે જેઓ કોઈ કારણસર પ્રીમિયમ ચૂકવી શક્યા ન હતા અને તેમની પોલિસી રદ કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

આ અભિયાન 17મી ઓગસ્ટથી શરૂ થયું છે અને 21મી ઓક્ટોબર 2022 સુધી ચાલશે. પોલિસી પહેલા  પ્રીમિયમમાં ડિફોલ્ટ થયાની તારીખથી પાંચ વર્ષના સમયગાળામાં પોલિસી શરૂ કરી શકાય છે. LIC અનુસાર, 1 લાખ રૂપિયા સુધીના કુલ પ્રીમિયમ પર લેટ ફી પર 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  તોબા-ખાડાઓને કારણે મુંબઈમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર ટ્રાફિક જામ-વાહનોની લાગી લાંબી લાઈન

મહત્તમ મુક્તિ મર્યાદા રૂ. 2,500 છે. તે જ સમયે, 1 થી 3 લાખ રૂપિયાના પ્રીમિયમ માટે, મહત્તમ કપાત 3,000 રૂપિયા છે. એ જ રીતે, રૂ. 3 લાખથી વધુના પ્રીમિયમ પર 3,500 રૂ.ના મહત્તમ ડિસ્કાઉન્ટ સાથે લેટ ચાર્જીસ પર 30 ટકા ડિસ્કાઉન્ટ મળશે. ULIPs પ્લાન સિવાયની તમામ પોલિસીને લેટ ફી માફ કરીને વિશેષ ઝુંબેશ હેઠળ પુનઃજીવિત કરી શકાય છે. આ ઝુંબેશ એવા પોલિસીધારકોના લાભ માટે શરૂ કરવામાં આવી છે જેઓ તેમના પ્રીમિયમની ચૂકવણી કરી શક્યા નથી.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version