Site icon News Continuous Bureau | Mumbai

એક મહિનામાં 12 ટિકિટ IRCTC વેબસાઈટ પરથી કાઢવી છે? તો તમારે કરવું પડશે આ કામ. જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 22 નવેમ્બર  2021 
સોમવાર.

હવેથી એક મહિનામાં IRCTC પરથી ટ્રેનની 12 ટિકિટ બુક કરી શકાશે. જોકે તે માટે તમારો આધાર કાર્ડ IRCTC એકાઉન્ટ સાથે લિંક કરવો આવશ્યક રહેશે. અત્યાર સુધી IRCTC પરથી મહિનામાં ફક્ત 6 ટિકિટ જ બુક કરી શકાતી હતી, તેને કારણે મહિનામાં 6થી વધુ ટિકિટ બુક કરવા ઇચ્છતા લોકોને ભારે તકલીફ થતી નથી.

Join Our WhatsApp Channel

હવે જોકે IRCTCના એકાઉન્ટ સાથે આધાર કાર્ડને લિંક કરવાથી  મહિનાની 12 ટિકિટ કાઢવાની સુવિધા ઉપલબ્ધ થશે. તે માટે સૌથી પહેલા તમારે www.irctc.co.in  વેબસાઈટ પર જઈને લોગ ઈન કરવાનું રહેશે.  પછી માય એકાઉન્ટસ વિકલ્પ પર ટેબ કરવાનું રહેશે અને લિંક યોર આધારના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. એમાં માગેલી માહિતી તેમાં નોંધવાની રહેશે. ત્યારબાદ ચેક બોક્સમાં જઈને send OTP બટન દબાવાનું રહેશે. ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. ત્યારબાદ વેરીફાય બટન પર જઈને ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા આધાર વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરવા માટે અપડેટ બટન પર ક્લિક કરવાનું રહેશે. એક વખત કેવાયસી પૂરું થયા બાદ તમારો આધાર કાર્ડ IRCTCથી લિંક થઈ જશે.

મળો મોર્ડન શાહજહાંને, પત્ની માટે બનાવ્યું તાજ મહેલ જેવું ઘર. જુઓ ફોટોગ્રાફ.

ત્યારબાદ તમારા સ્ક્રીન પર તેની માટે એક કન્ફર્મેશન લિંક આવશે. આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ એક વખત ફરી લોગ આઉટ કરીને IRCTCની સાઈટ પર લોગ-ઈન કરવાનું રહેશે.
પોતાનો આધાર, કેવાયસી સ્ટેટસ ચેક કરવા માટે IRCTCની વેબસાઈટ પર જઈને માય એકાઉન્ટ ઓપ્શન પર લિંક યોર આધાર પર જઈને ચેક કરવાનું રહેશે.

PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Mumbai AI Trading Scam શેરબજારમાં AI ટ્રેડિંગના નામે નિવૃત્ત મહિલા સિનિયર VP સાથે ₹૩૧.૫૦ લાખની ઠગાઈ, કુર્લામાંથી ચોથો આરોપી ઝડપાયો
Online Cyber Fraud ઓનલાઈન સાયબર ફ્રોડ કરનારાઓને બેંક ખાતા પૂરા પાડતી ગેંગનો પર્દાફાશ, ૪ આરોપીઓની અટકાયત, ૨ ફરાર
Ambani family Luxury Vegetables ૨૦૦૦ રૂપિયે કિલો મરચાં અને ૫૦૦૦ રૂપિયે કિલો કેપ્સિકમ અંબાણી પરિવારના રસોડામાં વપરાતી શાકભાજીની કિંમત સાંભળીને ચોંકી જશો!
Exit mobile version