ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નવા વર્ષના પહેલા દિવસે ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 56 રૂપિયા સુધીનો વધારો કર્યો છે.
જોકે સબસિડી વિનાના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઇ વધારો નથી કરાયો.
આ અગાઉ કંપનીઓએ ડિસેમ્બરમાં LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં બે વાર વધારો કર્યો હતો.
