Site icon

અહો આશ્ચર્યમ… લગ્ન મંડપમાં બત્તી ગુલ અને દુલ્હનો બદલાઈ ગઈ, ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ

News Continuous Bureau | Mumbai

મધ્ય પ્રદેશ હાલ વીજળી સંકટ(electricty shortage)ના કારણથી ખુબ જ હેરાન પરેશાન છે. એવામા પણ પાછો લગ્નગાળો (wedding season)પૂરજોશમા ચાલે છે. અને આવામાં હવે લગ્ન પ્રસંગે જાે વીજ સંકટ(power cut) આવે તો શું થઈ જાય તો તો બહુ મોટી આફત આવી જાય. અને હવે આવામાં ઉજ્જૈન(ujjain)ના અસલાના ગામમાં તો એક એવી ઘટના ઘટી જેના કારણે તો આખા રાજ્યમાં હંગામો મચી ગયો. એક જ પરિવારની ત્રણ દીકરીઓના લગ્ન યોજાયા. ત્રણ જાન આવી પણ લગ્ન ટાણે જ લાઈટ જતી રહી. જોકે જલદી આવી ગઈ પણ આ દરમિયાન તો ગોટાળાઓની હારમાળા સર્જાઈ ગઈ. 

Join Our WhatsApp Community

આ મામલો એવો છે સૌ કોઈને વિચારતા કરી દીધા છે કે ઉજ્જૈન જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અસલાના ગ્રામ પંચાયતનો આ મામલો ચર્ચાના ચગડોળે ચડ્યો છે. એવી ચર્ચાઓ થઈ રહી છે કે લગ્ન ટાણે લાઈટ જતી રહેવાથી દુલ્હનો બદલાઈ ગઈ. એક જ પરિવારની ત્રણ દીકરીઓને લેવા આવેલા દુલ્હેરાજાઓની દુલ્હનો બત્તી ગુલ થતા અચાનક બદલાઈ ગઈ. બધા નવાઈ પામી ગયા કે આવું કેવી રીતે થઈ શકે. જોકે લાઈટ સમયસર આવી ગઈ. સવાલ એ ઊભો થયો કે આખરે શું ખરેખર દુલ્હનો(bride) બદલાઈ ગઈ હતી? આ અંગે માહિતી મેળવતા જે જાણવા મળ્યું તે કઈંક અલગ હતું. આ સમગ્ર કહાની જાન લઈને આવેલા યુવકના પિતા, યુવતીઓના ભાઈ અને ગામના પટેલે જણાવી. જે જાણીને બધાની આંખો પહોળી થઈ ગઈ.

આ સમાચાર પણ વાંચો  : સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહના કાયદા પર લગાવી રોક; આ કલમ હેઠળ નવા કેસ દાખલ નહીં થઈ શકે..

જાણવા મળ્યું કે વધુઓએ એક જેવો ડ્રેસ પહેર્યો હતો. વળી ગામમાં ઘૂંઘટ પ્રથા પણ છે તેથી કોઈ સમજી શક્યું નહીં કે અંધારામાં કોની કઈ દુલ્હન છે. અને દીકરીઓને પૂજા માટે વરરાજા સાથે બેસાડી દેવાઈ. જેવી લાઈટ આવી કે બધાએ જોયું તો દંગ રહી ગયા અને આગની જેમ વાત ફેલાઈ કે દુલ્હા દુલ્હન બદલાઈ ગયા. પરંતુ અહીં લગ્ન ટાણે દુલ્હા દુલ્હન બદલાયા નથી. સત્ય એ છે કે દુલ્હા અને દુલ્હન પૂજા સમયે જ બદલાયા જેવા ફેરા લેવાનો સમય આવ્યો કે લાઈટ આઈ ગઈ અને દીકરીઓને તેમના જ દુલ્હાઓ સાથે રાજી ખુશીથી વિદાય કરી દેવાઈ. 

અસલાનાના રમેશલાલની ત્રણ દીકરીઓ કોમલ, નીકિતા અને કરિશ્મા અને પુત્ર ગોવિંદના લગ્ન હતા. કોમલના લગ્ન ગ્રામ ખીરા ખેડીના દેવીલાલ મેવાડાના પુત્ર રાહુલ સાથે, નીકિતાના ગ્રામ દંગવાડાના રામેશ્વરના પુત્ર ભોલા સાથે અને કરિશ્માના ગ્રામ દંગવાડાના બાબુલાલના પુત્ર ગણેશ સાથે ૫મી મે ૨૦૨૨ના રોજ રાતે હતા. જ્યારે જાન અસલાના ગામ પહોંચી તો ત્રણેય દીકરીઓએ ઘૂંઘટ કાઢી રાખ્યા હતા. એક જેવી જ તૈયાર થઈ અને જ્યારે પૂજાની પ્રક્રિયા શરૂ થઈ તો બત્તી ગાયબ. ત્રણમાંથી બે દીકરીઓ પૂજા સમયે બેસવાનું હતું તેના બદલે બીજી જગ્યાએ બેસી ગઈ. પૂજા પૂરી થતા જ લાઈટ આવી અને ખબર પડી કે આ તો લોચો વાગ્યો. બધા સ્તબ્ધ રહી ગયા અને ધડાધડ પાછી યોગ્ય જગ્યાએ વધુઓ બેસી ગઈ અને ફેરા લીધા. પરિવારે રાજીખુશીથી દીકરીઓને યોગ્ય દુલ્હા સાથે વિદાય કરી.  

આ સમાચાર પણ વાંચો  : કોરોના રિટર્ન: કેસો વધતાં રેલ વિભાગે લીધો મોટો નિર્ણય, મુસાફરી દરમિયાન આ નિયમનું પાલન કરવું ફરજિયાત બનાવ્યું..

Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Exit mobile version