ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓગસ્ટ 2020
બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોતના કેસમાં તપાસ ચાલી રહી છે. આ દરમિયાન, અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ મામલે મહારાષ્ટ્ર સરકારે શનિવારે રિયા ચક્રવર્તીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં પોતાનો જવાબ આપ્યો હતો. મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે સુપ્રીમ કોર્ટમાં સીબીઆઈ તપાસનો વિરોધ કર્યો હતો. મહારાષ્ટ્ર સરકારે તપાસનો પ્રગતિ અહેવાલ સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો હતો.
મહારાષ્ટ્ર સરકારે બિહાર સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે આ મામલે બિહાર સરકારે નિયમોની વિરુદ્ધમાં જઈને કામ કર્યું છે. બિહાર સરકાર પાસે માત્ર જીરો એફઆઈઆર દાખલ કરવાનો અધિકાર હતો. તેમણે એફઆઈઆર દાખલ કરીને અમારી પાસે મોકલવાની જરૂર હતી. મહારાષ્ટ્ર સરકારે વધુમાં કહ્યું કે ફરિયાદ દાખલ કરીને બિહાર પોલીસે તપાસ શરૂ કરી જેનો તેમને કોઈ અધિકાર નથી. જયારે તપાસ જ ગેરકાનૂની છે તો બિહાર સરકાર સીબીઆઈ તપાસની ભલામણ કેવી રીતે કરી શકે. સાથે કેન્દ્રએ પણ સીબીઆઈ તપાસની માંગ સ્વીકારીને ખોટું કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા બિહારની અનધિકૃત માંગનો સ્વીકાર કરવો કેન્દ્ર-રાજ્ય સંબંધોની સંવૈધાનિક મર્યાદાની વિરુદ્ધ છે.
નોંધનીય છે કે સીબીઆઈએ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની આપઘાત કેસમાં તપાસ શરૂ કરી દીધી છે. સૂત્ર અનુસાર સીબીઆઈ સુશાંતના પિતા કે.કે.સિંઘના નિવેદનને પોતાની રીતે ફરીથી રેકોર્ડ કરશે. ત્યારે જ તેમના આક્ષેપો મુજબ તપાસ કરવામાં આવશે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં મળેલા દસ્તાવેજો અને કેસ ડાયરીની તપાસ સીબીઆઈ કરી રહી છે. તમામ 10 થી 12 સાક્ષીઓના નિવેદનોનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
સીબીઆઈ રિયા સામે સુશાંતના પિતાના આક્ષેપની તપાસ કરી રહી છે, જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે રિયા સુશાંતને ખોટી અથવા ઓવરડોઝ ડ્રગ્સ આપતી હતી. તેની ચકાસણી માટે સીબીઆઈની ટીમ સંબંધિત ડોકટરો સાથે વાત કરશે. સુશાંતના ડોક્ટરનું નિવેદન નોંધવામાં આવશે કે આ દવાઓ ડોક્ટરની સલાહથી લેવામાં આવી હતી કે નહીં.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com