Site icon

વાહન ચાલકો માટે ખુશખબર.. મહારાષ્ટ્ર સરકારે છ મહિના માટે જાહેર પરિવહન અને માલવાહક વાહનોને આપી કર માફી..

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યૂરો

મુંબઇ

Join Our WhatsApp Community

27 ઓગસ્ટ 2020

કોવિડ -19 ની પૃષ્ઠભૂમિ પર જાહેર કરાયેલા લોકડાઉનને લીધે જાહેર પરિવહન અને માલવાહક વાહનોને 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2020 સુધી વાર્ષિક ટેક્સ ભરનારા વાહન કરમાં છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે.

કોવિડ -19 ના કાળમાં, કેન્દ્ર સરકારે 25 માર્ચ, 2020 થી દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું હતું. લોકઆઉટ 31 મે, 2020 સુધી ચાલ્યું હતું. ત્યારબાદ, મહારાષ્ટ્ર સરકારે 31 મી મેના રોજથી મિશન બીગન અગેન હેઠળ આંશીક લોકઆઉટ કર્યું હતું. આ લોકઆઉટ સમયગાળા દરમિયાન પણ સાર્વજનિક પરિવહન બંધ હતું. તેથી, વિવિધ પરિવહન સંગઠનોએ વળતર તરીકે ટેક્સ છૂટ આપવા માટે સરકારને વિનંતી કરી હતી. ત્યારબાદ આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

રાજ્યએ 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2020 ના છ મહિનાના સમયગાળા માટે કરદાતાઓને 100 ટકા ટેક્સ છૂટ આપવાનો નિર્ણય લીધો છે, જે 2020-21 નાણાકીય વર્ષના કુલ વાર્ષિક કરના 50 ટકા છે. આ કર મુક્તિ માલવાહક વાહનો, પર્યટન વાહનો, ખોદકામ કરનાર વાહનો, ખાનગી સેવા વાહનો, વ્યાપારી શિબિરાર્થી વાહનો, સ્કૂલ બસો અને વાર્ષિક કર ભરનારા વાહનોને લાગુ પડશે. આ તમામ વેરા ભરનારા વાહનોની કુલ સંખ્યા 11 લાખ 40 હજાર 641 છે. પરિણામે, રાજ્ય સરકારને આશરે 700 કરોડનો ટેક્ષ આછો આવશે. જેને કારણે રાજ્ય સરકાર પર આર્થિક બોજો પડશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

 

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version