ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 જૂન 2021
મંગળવાર
મહાત્મા ગાંધીની પ્રપૌત્રીને ફ્રૉડ કરવા બદલ દક્ષિણ આફ્રિકાની એક સ્થાનિક કોર્ટે સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. 56 વર્ષની લતા રામગોબિન પર છેતરપિંડીનો આરોપ હતો. લતા રામગોબિન મહાત્મા ગાંધીના બીજા પુત્ર મણિલાલ ગાંધીની પુત્રી છે.
સોમવારે દક્ષિણ આફ્રિકાના ડરબનની સ્થાનિક કોર્ટે લતા રામગોબિનને દોષી જાહેર કરી હતી. તેના પર 6 મિલિયન દક્ષિણ આફ્રિકન રેંડ (જેનું ભારતીય કરન્સીમાં 3 કરોડ 22 લાખ 84 હજાર 460 રૂપિયા મૂલ્ય થાય છે )નો ફ્રૉડ કેસ હતો. બિઝનેસમૅન એસ. આર. મહારાજ સાથે છેતરપિંડી કરી હોવાનો તેના પર આરોપ મુકાયો હતો.
યોગગુરૂ બાબા રામદેવની મુશ્કેલીમાં થયો વધારો, બિહાર આઈએમએ હવે કરવા જઈ રહ્યું છે આ મોટી કાર્યવાહી
એસ. આર. મહારાજે લતા રામગોબિનને ભારત તરફથી નૉન એક્ઝિટેન્ટ કન્સાઇન્મેન્ટ માટે કસ્ટમ અને ઇમ્પૉર્ટ ડ્યુટી ક્લિયર કરવા માટે ઍડ્વાન્સમાં 6.2 મિલિયન ચૂકવ્યા હતા. તેના વિરુદ્ધ 2015માં છેતરપિંડી કરવાનો કેસ નોંધાયા બાદથી સુનાવણી ચાલુ હતી, તેનો છેક સોમવારે ચુકાદો આવ્યો હતો.