ગત ૬ મહિનામાં કુલ ૫૬ હજાર ભારતીયો માલે ગયા છે. એટલે કે દર મહિને દસ હજાર લોકો અને પ્રતિદિન 310 લોકો માલે જાય છે.
ભારત સરકારે મોરિશિયસ સાથે એર બબલ યોજના હેઠળ ડાયરેક્ટ ફ્લાઇટ યોજના શરૂ કરી હતી. ઈન્ડિગો, વિસ્તારા તેમજ ગોએર જેવી વિમાની કંપનીઓએ અઠવાડિયામાં ત્રણ દિવસ ભારતથી માલેના વિમાનો ઉપાડ્યા. ટૂંક સમયમાં જ માલે ભારતીયોનું ફેવરેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું.
હવે અનેક એરલાઇન્સ માલે માટે ફ્લાઇટ ઉડાડવા તૈયાર છે. એટલે કે ભારતીયોના ટુરિસ્ટ ડેસ્ટિનેશન માં એક અજાણ્યું નામ અત્યારે સુપરહિટ છે.
