Site icon

મુંબઈની વ્યક્તિને દાદાની ડાયરીમાંથી ઐતિહાસિક ખજાનો મળ્યો.. જેની કિંમત આંકી શકાય એમ નથી.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 ડિસેમ્બર 2020 

કહેવત છે કે ક્યારેક સંઘરેલો સાપ પણ કામ લાગે છે. અર્થાત બાપદાદાની જૂની ચીજવસ્તુઓ માંથી ક્યારેક અમૂલ્ય ખજાનો હાથ લાગતો હોય છે. અને તે પૂર્વજોની એવી યાદ તરફ દોરી જાય છે. જેના વિશે કોઈને ક્યારેય ખબર ન હોય. એવું જ કંઈક બન્યું છે મુંબઈ સ્થિત વિજય બસરુર સાથે. જ્યારે તેઓ પોતાની માતાના ઓરડાની સફાઈ કરી રહયાં હતાં ત્યારે એક ડાયરી હાથ લાગી જે તેનાં દાદાજીની હતી. 

Join Our WhatsApp Community

જ્યારે વિજયે પોતાના દાદાની નોટબુકમાં મહાત્મા ગાંધી, જવહાર લાલ નહેરુ, બી.આર. આંબેડકર અને સી.વી. રમણ જેવી હસ્તીઓનાં હસ્તાક્ષર જોયા તો બસરુરની ખુશીનો પર ન હતો. તેના ઘરની ચાર દિવાલોની અંદર છુપાયેલા “ખજાનો” તેણે તરત જ સોશિયલ મીડિયા પાર શેર કર્યો. 

વિજયે પોસ્ટ કરેલી તસવીરોમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે મહાત્મા ગાંધીની સહી 1938 ની છે, નહેરુની સહી 1937 ની છે, જ્યારે આંબેડકરની સહી 1948 ની છે. જોકે સીવી રમનની સહીમાં તારીખ લખેલી નથી. 

ટ્વિઈટર પર મોટાભાગના લોકોએ નોટબુક અને તેના અમૂલ્ય વિષયવસ્તુ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું, જયારે વિચારશીલ કેટલાક લોકોએ તેને નોટબુકની યોગ્ય જાળવણી કરવાની  સલાહ આપી હતી. 

ઉલ્લેખનીય છે કે, એમ કે ગાંધી જેવી ઐતિહાસિક હસ્તીઓ સંબંધિત વસ્તુઓની હરાજી અતિશય ઊંચા ભાવે કરવામાં આવે છે..  દા.ત. વર્ષ 2013 માં, ગાંધી દ્વારા 1943 માં અટકાયતમાં લેવામાં આવતાં એક પત્રની લંડનના લુડલોમાં £ 115,000 (લગભગ 1.13 કરોડ) માં હરાજી કરવામાં આવી હતી. 

તાજેતરમાં જ, માર્યા ગયેલા સ્વાતંત્ર્ય સેનાની સાથે જોડાયેલા ચશ્માંની જોડીએ $ 34k (આશરે 2.5 કરોડ) મેળવ્યા. આમ અજાણતાં જ વિજયના હાથમાં દાદાજીની ડાયરીના રૂપે અમુલ્ય ખજાનો હાથ લાગ્યો છે..

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version