Site icon

લો બોલો, આ વ્યક્તિએ બેકસૂર હોવા છતાં 24 વર્ષ સુધી ભોગવ્યો જેલવાસ, હવે સરકારની વિરુદ્ધમાં લેશે આ પગલું: જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

ગુરુવાર.

દરેક દેશમાં થતા ગુનાને રોકવા માટે નિયમો અને કાનૂન બનાવવામાં આવે છે. સાથે જ જે વ્યક્તિ દોષિત સાબિત થાય છે તેને સજા પણ ફટકારવામાં આવે છે જેથી તે તેની ભૂલો માટે સજા ભોગવે અને અન્ય લોકો જે તે ગુનો કરે છે તેમને ખબર પડે કે ગુનો કરવાના શું પરિણામો આવી શકે છે. પરંતુ આજે અમે એક એવા વ્યક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને ગુનો કર્યા વિના જ અપરાધી માનવામાં આવ્યો હતો અને તે પછી તેને 24 વર્ષ સુધી જેલવાસ ભોગવવો પડ્યો હતો.

યુએસએના નોર્થ કેરોલિનામાં રહેતા ડોન્ટે શાર્પને 1994માં હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. 1995માં તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જો કે તે હંમેશા કહેતો હતો કે તેણે કોઈ ગુનો કર્યો નથી, પરંતુ તેની સામેના પુરાવાને કારણે કોર્ટે તેને કડક સજા આપી. પરંતુ વર્ષ 2019માં ન્યાયાધીશે સ્વીકાર્યું કે તેને ખોટી રીતે કેદ કરવામાં આવ્યો હતો.  કોર્ટે તેની ભૂલ સ્વીકારી હતી  અને ગત શુક્રવારે તે જેલમાંથી મુક્ત થયો હતો.

અમિતાભ બચ્ચને જાહેરમાં લગાવી દીધી હતી ઐશ્વર્યાની ક્લાસ; જાણો શું હતું કારણ  

મીડિયાહાઉસમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે ચાર્લીન જોન્સન નામની યુવતીના ખોટા નિવેદન બદલ ડીઓન્ટેની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરમાં, ચાર્લીનને મનોચિકિત્સક વોર્ડમાંથી મુક્ત કરવામાં આવી છે. છોકરીએ નિવેદન આપ્યું હતું કે તેણે એપ્રિલ 1994માં જોયું હતું કે રેડક્લિફની હત્યા ડોન્ટે અને તેની સાથેના અન્ય વ્યક્તિ દ્વારા કરવામાં આવી હતી. ડ્રગના સોદા બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. 

ઉલ્લેખનીય છે કે ડોન્ટે પોતે ડ્રગ ડીલર હતો અને પોલીસ તેની ધરપકડ કરવાની યોજના બનાવી રહી હતી. આ કેસ બાદ પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી.

શાર્પે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે જેલ છોડ્યા બાદ તેની ઊંઘ ઊડી ગઈ છે. તે ઘણા દિવસોથી સૂતો નથી. હકીકતમાં, તે ખુશ છે કે આખરે તેને મુક્ત કરવામાં આવ્યો. પરંતુ તે ખૂબ જ દુઃખી પણ છે કારણ કે તેના જીવનનો મોટો ભાગ જેલમાં વીત્યો હતો. હવે તેણે નક્કી કર્યું છે કે તે સરકાર સામે કેસ કરશે અને 5 કરોડથી વધુ વળતરની પણ માંગ કરશે. આ સિવાય તેમણે કહ્યું કે તેઓ ન્યાય પ્રણાલીમાં પણ ફેરફાર કરશે.

મુંબઈમાં ફટાકડાને લીધે ગંભીર ઈજાનો અન્ય એક કિસ્સો; યુવકે લીવરનું ઓપરેશન કરાવવું પડ્યું: જાણો શું ઘટના બની?

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version