ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑક્ટોબર, 2021
મંગળવાર
મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. 54 વર્ષના શખ્સે પોતાની ઇન્સ્યૉરન્સની રકમ મેળવવા માટે પોતાના જ મોતનું કાવતરું રચ્યું હતું. એટલુ જ નહીં, પણ એક બેસહાય વ્યક્તિને કોબરા સાપથી ડસાવીને મારી નાખ્યો હતો અને ઇન્સ્યૉરન્સ કંપનીમાં પોતાનું મૃત્યુ દેખાડ્યું હતું.
એક અખબારી અહેવાલ મુજબ આ વ્યક્તિની અમેરિકાની ઇન્સ્યૉરન્સ કંપનીમાં 37.5 કરોડ રૂપિયાની પૉલિસી હતી. ઇન્સ્યૉરન્સના આ પૈસા તેને જોઈતા હતા. એથી તેણે પૂરું કાવતરુ રચ્યું હતું, પરંતુ તેના પૂરા કાવતરાનો ભાંડો ફૂટી ગયો હતો. ઇન્સ્યૉરન્સ કંપનીના અધિકારીઓએ જ્યારે પોલીસથી માહિતી મેળવી ત્યારે તે લોકો પણ ચકરાવે ચઢી ગયા હતા. પોલીસે આરોપી વ્યક્તિ સામે ગુનો નોંધીને તેના સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ પ્રભાકર ભીમાજી વાઘમારે નામનો શખ્સ 20 વર્ષથી અમરિકા રહેતો હતો. જાન્યુઆરીમાં તે ભારત પાછો ફર્યો હતો. મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના રાજુર ગામમાં તે રહેતો હતો. 22 એપ્રિલના અહમદનગરના રાજુર પોલીસ સ્ટેશને સ્થાનિક સરકારી હૉસ્પિટલ તરફથી વાધમારેની મૃત્યુને લઈને ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસ કૉન્સ્ટેબલ હૉસ્પિટલ ગયો ત્યારે એક પ્રવીણ નામના શખ્સે પોતાને વાધમારેનો ભત્રીજો ગણાવ્યો હતો. તેણે મૃતદેહની ઓળખ પ્રભાકર તરીકે કરી હતી. અન્ય એક શખ્સે પણ મૃતદેહની ઓળખ પ્રભાકર તરીકે કરી હતી. પોલીસે પ્રારંભિક તપાસ બાદ મૃતદેહ અંતિમ સંસ્કાર માટે તેના ભત્રીજાને આપી દીધો હતો. રિપૉર્ટમાં મૃત્યુનું કારણ સાપના ડંખવાથી થયું હોવાનું કહેવામાં આવ્યું હતું.
ચીનની આ ઈ-કૉમર્સ કંપનીના માર્કેટ કૅપમાં અધધધ 344 અબજ ડૉલરનો ઘટાડો, એની પાછળ આ છે કારણ; જાણો વિગત
આ પૂરા કાવતરાનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે પ્રભાકર વાઘમારેની ઇન્સ્યૉરન્સ કંપની તપાસ કરવા અહમદનગર પોલીસ સ્ટેશન આવી હતી. પોલીસ પાસેથી તેઓએ મૃત્યુની વધુ માહિતી માગી હતી. બાદમાં તેઓ પ્રભાકરના ગામ પહોંચ્યા ત્યારે પડોશીએ સાપના ડસવા જેવી કોઈ વાત તેણે સાંભળી ન હોવાનું કહ્યું હતું. પરંતુ પ્રભાકરના ઘરે એક ઍમ્બ્યુલન્સ આવી હોવાનું તેમણે જોયું હતું. રાજુર ગામના હર્ષદે ઇન્સ્યૉરન્સ કંપનીને કહ્યું કે પ્રભાકરનું મોત કોવિડથી થયું હતું.
એથી આવા વિરોધીભાસી નિવેદનથી ઇન્સ્યૉરન્સ કંપનીને શંકા જતાં તેઓ વધુ તપાસમાં ઊંડે ઊતરી હતી. પોલીસે વાધમારેના કૉલ રેકૉર્ડ ચેક કરવાનુ ચાલુ કરી દીધું હતું, એમાં તેમને જાણ થઈ કે પ્રભાકર જીવિત છે. એટલું જ નહીં, પણ પોલીસ માટે શૉકિંગ બાબત એ હતી કે હૉસ્પિટલમાં પોતાની ઓળખ પ્રવીણ તરીકે આપી હતી અને પોતાને પ્રભાકરનો ભત્રીજો ગણાવ્યો હતો, તે ખુદ પ્રભાકર હતો. પોલીસે તુરંત તેને તાબામાં લઈ લીધો હતો.
અહમદનગર પોલીસ આ કેસમાં વધુ ઊંડી ઉતરી હતી. વાઘમારેના ઇન્સ્યૉરન્સ દાવા પણ ઊંડાણમાં તપાસ કરતાં તેમને જણાયું હતું કે 2017માં પ્રભાકરે ઇન્સ્યૉરન્સ કંપની પાસે પોતાની પત્નીનું મૃત્યુ થયું હોવાનો ક્લેમ કર્યો હતો. તેની પત્ની જીવિંત છે. તપાસ દરમિયાન જણાયું હતું કે તેણે કોબરા એક મદારી પાસેથી ખરીદ્યો હતો.
હેં! સરદાર ઉધમ સિંહ ફિલ્મની એન્ટ્રી આ કારણથી ઓસ્કારમાં રીજેક્ટ કરવામાં આવી.. જાણો વિગત…
