ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૪ મે 2021
મંગળવાર
વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને દિલ્હી ખાતે મળેલી બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિર્ણય મુજબ કોરોના ના કપરા કાળમાં જે કોઈ વ્યક્તિએ સોથી વધુ દિવસ સરકારી સેવા કરી હોય તેને સરકારી નોકરીમાં પ્રાથમિકતા રહેશે. આ ઉપરાંત તે લોકોને પ્રતિષ્ઠિત પ્રધાનમંત્રી એવોર્ડ પણ મળશે.
લોકોના અજ્ઞાનને કપૂર ના ભાવ વધાર્યા : બમણી થઈ ગઈ કિંમત.
ઉલ્લેખનીય છે કે અનેક લોકો એવા છે જેમણે કોરોના ના અઘરા સમય દરમિયાન રાષ્ટ્રની અને સમાજની સેવા કરી છે. આવા વ્યક્તિઓને તેમની સેવાના બદલે યોગ્ય વળતર મળે તે માટે આ નિર્ણય લેવાયો છે.
