લગભગ બે વર્ષ ચાલેલા કેસ પછી દિલ્હી કોર્ટે એમ.જે.અકબરની પ્રિયા રમાની વિરુદ્ધ માનહાનિ કેસમાં આજે ચુકાદો આપ્યો છે.
દિલ્હીની એક કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબર તરફથી કરવામાં આવેલા માનહાનિના કેસમાં પત્રકાર પ્રિયા રમાનીને ક્લિનચીટ આપી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં મીટૂ અભિયાન હેઠળ રમાનીએ અકબર પર યૌન ઉત્પિંડનના આરોપ લગાવ્યા હતા, તેની સામે એમ. જે. અકબરે ગુનાહિત બદનક્ષીનો કેસ કર્યો હતો.
