Site icon News Continuous Bureau | Mumbai

મોડેલને, બાથરૂમમાં ફોન લઈ જતા મોત મળ્યું… આની પાછળનું કારણ જાણશો તો તમે પણ બાથરૂમમાં ફોન લઈ જવાનું ભૂલી જશો… 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
10 ડિસેમ્બર 2020

આઇફોન એક રશિયન મોડેલની પીડાદાયક મૃત્યુનું કારણ બન્યું. આ મોડેલે બાથટબમાં નહાતી વખતે તેનો ફોન ચાર્જિંગ પર મૂક્યો હતો. આ દરમિયાન ફોન તેના હાથમાંથી સરકીને પાણીમાં પડી ગયો હતો અને તીવ્ર ઇલેક્ટ્રિક શૉકને કારણે તેનું બાથટબમાં જ મોત નીપજ્યું હતું.

Join Our WhatsApp Channel

એક અહેવાલ મુજબ 24 વર્ષીય મોડેલ ઓલેસા સેમેનોવા પોતાના એક મિત્ર સાથે રહેતી હતી. મંગળવારે તેનો મિત્ર ઘરે પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે ઓલેસા ઘરની બહાર નીકળી ગઈ છે. પરંતું, બાથરૂમમાં પ્રવેશતાની સાથે જ તેના હોશ ઉડી ગયા. 'ઓલેવા સંપૂર્ણ નિસ્તેજ હતી અને તેના શ્વાસ થંભી ગયાં હતાં. હું ભયભીત થઈ ગયો અને પોલીસને બોલાવી. જ્યારે મેં તેને સ્પર્શવાનો પ્રયત્ન કર્યો ત્યારે મને પણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો. નીચે જોયું તો તેનો ફોન પાણીમાં પડેલો હતો અને હજુ પણ ચાર્જ થઈ રહ્યો હતો.' એમ તેના મિત્રએ જણાવ્યું.

ઓલેવાનું મોત ઇલેકટ્રીક શોકને કારણે થયું છે. ઓલેવાએ ફોન ચાર્જિંગ માટે જે સોકેટનો ઉપયોગ કર્યો હતો તે મુખ્ય લાઇન હતી અને તેનો આઇફોન -8 પાણીમાં પડ્યો હતો. ઓલેવા બાથટબમાં બેસતી વખતે ઘણીવાર વિડિઓઝ બનાવતી હતી અને આ ઘટના, કદાચ આ સમય દરમિયાન બની હતી. એવી પોલીસ પૂછપરછમા જાણવા મળ્યું છે.

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version