Site icon

બહુ વરસ્યો વરસાદ. હવે ચોમાસું પૂરું થવાને આરે.. 16 સપ્ટેમ્બર સુધીમાં ચોમાસુ વિદાય લેશે — હવામાન ખાતાનો વરતારો..

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

05 સપ્ટેમ્બર 2020 

ચોમાસું હવે વિદાય લેશે. આ વર્ષે વરસાદ મન મૂકીને વરસ્યો છે. રાજસ્થાન, ગુજરાતના કચ્છ જેવાં રણ વિસ્તારમાં પણ ઘણે ઠેકાણે રેલ આવ્યાનું નોંધાયું છે. આગામી 10 થી 16 સપ્ટેમ્બર દરમિયાન મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ માં સામાન્ય વરસાદની સંભાવના રહેલી છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસુ પાછું ખેંચાઇ જશે. આગામી બે અઠવાડિયા માં ભારે વરસાદ ની અપેક્ષા નથી. આમ છતાં જો વરસાદ પડશે તો પણ છુટો-છવાયો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ ગયા વર્ષ સુધી ચોમાસું વિદાય લેવાની સામાન્ય તારીખ 15મી સપ્ટેમ્બર હતી. પરંતુ આ વર્ષથી ઋતુચક્રમાં ફેરફાર નોંધાઈ રહ્યું છે અને હવે 17મી સપ્ટેમ્બરે ચોમાસુ જવાની તારીખ ગણાય છે. 

ઉત્તર-પૂર્વી રાજ્યો મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળ માં 10 થી 16 સપ્ટેમ્બર દરમિયાન સામાન્યથી વધુ સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આ વર્ષે  અને સારો વરસાદ થવાથી રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં તેલીબીયાનું વાવેતર વધ્યું છે. આથી આયાતી તેલ નું ભારણ ઘટશે અને ધીમે ધીમે ભારત આત્મનિર્ભર ભારત ના લક્ષ્ય તરફ આગળ વધી શકેશે. ઉલ્લેખનીય છે કે દેશમાં તેલની માંગને પહોંચી વળવા દર વર્ષે ૭૦ હજાર કરોડનું તેલ આયાત કરવું પડે છે..

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version