Site icon News Continuous Bureau | Mumbai

આશરે 38 વર્ષ બાદ સિયાચીનમાંથી મળ્યું જવાનનું પાર્થિવ શરીર- આવી રીતે થઇ ઓળખ

News Continuous Bureau | Mumbai

સિયાચીન ગ્લેશિયરમાં(Siachen Glacier) ૩૮ વર્ષ પહેલા બરફના તોફાનને(snow storm) લીધે ગુમ થયેલા સેનાના જવાન(Army soldier) લાન્સ નાઈક ચંદ્રશેખર હર્બોલાના(Lance Naik Chandrashekhar) પાર્થિવ દેહની ઓળખ(Identification of the terrestrial body) થઈ ગઈ છે. ભારતીય સેનાની(Indian Army) પેટ્રોલિંગ ટીમને(patrolling team) લાન્સ નાઈક ચંદ્રશેખરના ડ્રેસ પરના મેટલના બે બેચ પરથી પાર્થિવ શરીરની ઓળખ કરવામાં મદદ મળી છે.

Join Our WhatsApp Channel

૨૯ મે, ૧૯૮૪ના રોજ ચંદ્રશેખર બર્ફીલા તોફાનમાં ફસાઈ ગયા હતા. જે બાદ તેમની કોઇ જાણકારી મળી નહોતી. હવે ૩૮ વર્ષ બાદ તેમના પાર્થિવદેહના અવશેષો મળી આવ્યા છે. મંગળવારે અવશેષો તેમના પરિવારને સોંપવામાં આવશે. ઉત્તરાખંડના હલ્દવાનીમાં તેમનો પરિવાર ૩૮ વર્ષથી તેમની રાહ જોઈ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ- આ બીજેપી નેતાનો મોટો દાવો- કહ્યું- ટૂંક સમયમાં NCPના એક મોટા નેતા થશે જેલ ભેગા

ચંદ્રશેખરના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રી છે. પત્ની શાંતિ દેવીએ આ ૩૮ વર્ષમાં એક ક્ષણ માટે પતિનો દેહ મેળવવાની આશા છોડી નથી. તેમણે માત્ર પોતાની જાતને જ નહીં પરંતુ પરિવારના સભ્યોને પણ સાંત્વના આપી. એટલું જ નહીં, તેમણે ચાર વર્ષ અને દોઢ વર્ષની બંને દીકરીઓનો ઉછેર કર્યો હતો. આ દરમિયાન સેના તરફથી ઘણી મદદ મળી હતી. આઝાદીની ૭૫મી વર્ષગાંઠના એક દિવસ પહેલા જ શાંતિ દેવી દ્વારા જોવાતી રાહનો અંત આવ્યો અને સેનાએ તેમને કહ્યું કે, ૩૮ વર્ષ પહેલા વીરગતિ પામનાર તેમના પતિના અવશેષો મળી આવ્યા છે. 

ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખર હર્બોલા ૧૯ કુમાઉ રેજિમેન્ટના સૈનિક(Soldier of Kumaon Regiment) હતા. તેઓ ૧૯૭૫માં સેનામાં જાેડાયા હતા. વર્ષ ૧૯૮૪માં ભારત અને પાકિસ્તાન(India and Pakistan) વચ્ચે સિયાચીનનું યુદ્ધ(Battle of Siachen) થયું હતું. ત્યાર પછી ભારતે ઓપરેશન મેઘદૂત(Operation Meghdoot) શરૂ કર્યું. આ જ ઓપરેશન હેઠળ મે ૧૯૮૪માં ૨૦ સૈનિકોની ટુકડીને(troop of soldiers) સિયાચીનની ઊંચી ટેકરીઓ પર પેટ્રોલિંગ કરવા માટે મોકલવામાં આવી હતી. ચંદ્રશેખર પણ આ જ પેટ્રોલિંગ ટીમનો ભાગ હતા. ૨૯ મેના રોજ ચંદ્રશેખર ગ્લેશિયર તૂટતા તોફાનની ઝપેટમાં આવી ગયા હતા.

આ સમાચાર પણ વાંચો : વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version