Site icon

Mumbai-Agra Road Accident: મુંબઈ-આગ્રા હાઈવે પર થયો ગમખ્વાર અકસ્માત, હોટલમાં ઘૂસી ગયું કન્ટેનર, આટલા લોકોના નિપજ્યા મોત, અનેક ઘાયલ..

Mumbai-Agra Road Accident: ધુલે-મુંબઈ-આગ્રા હાઈવે પર શિરપુર તાલુકાના પલાસનેર ગામ પાસે એક ભયાનક અકસ્માત થયો છે. બ્રેક ફેલ થવાને કારણે કન્ટેનર ધસારામાં હોટલમાં ઘુસી જતાં આ અકસ્માત સર્જાયો હતો.

News Continuous Bureau | Mumbai

Mumbai-Agra Road Accident: સમૃદ્ધિ હાઈવે પર બસ દુર્ઘટના તાજી છે ત્યારે ધુલે-મુંબઈ હાઈવે પર એક ભયાનક અકસ્માત થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈન્દોરથી ધુલે જતા ધુલે-મુંબઈ-આગ્રા હાઈવે પર પલાસનેર ગામ પાસે આ ભયાનક અકસ્માત થયો છે. આ ભયાનક અકસ્માત ત્યારે થયો જ્યારે કારની બ્રેક ફેલ થઈ ગઈ અને કન્ટેનર એક હોટલ માં ઘૂસી ગયું. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત થયા છે. જયારે 20 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. દરમિયાન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

Join Our WhatsApp Community

ધુલે-મુંબઈ-આગ્રા હાઈવે પર, શિરપુર તાલુકાના પલાસનેર ગામ મધ્યપ્રદેશની સરહદે આવેલું છે. આ અકસ્માત આ ગામ નજીક બપોરે બાર વાગ્યાની આસપાસ બન્યો હતો. એક કન્ટેનર હાઈવે પર જઈ રહ્યું હતું ત્યારે તેની બ્રેક ફેઈલ થઈ ગઈ અને તે સીધું હોટલમાં ઘુસી ગયું. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે અને 20 લોકો ઘાયલ થયા છે. હાલ અકસ્માત સ્થળે રાહત કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હાલમાં તેમની સારવાર ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Ajay Devgan : અજય દેવગને મુંબઈના પોશ વિસ્તારમાં ખરીદી પ્રોપર્ટી, અભિનેતાએ માત્ર સ્ટેમ્પ ડ્યૂટી પેટે ચૂકવ્યા અધધ આટલા કરોડ રૂપિયા

પ્રાથમિક માહિતી મુજબ હાઈવે પરથી પસાર થઈ રહેલા કન્ટેનરની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી અને તે સીધું રોડની બાજુની હોટલમાં ઘુસી ગયું હતું. આ પહેલા આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ કચડાઈ જવાથી મોત થયા હતા. જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 15 થયો છે. અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે.

અકસ્માત સમયે હોટલની બહાર અન્ય ઘણા વાહનો પાર્ક હતા. હોટલમાં પ્રવેશતી વખતે કન્ટેનર પણ તે વાહનોને અથડાયું હતું. આ અકસ્માતમાં ઘાયલોની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે.

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version