ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનમાં પ્રવાસ કરવાના લોકોના સપનાને વિરામ લાગી જવાનો છે. ભારતીય રેલવેનો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કદાચિત પહેલો એવો પ્રોજેક્ટ છે, જેની હજી કોઈ ડેડલાઇન નક્કી થઈ શકી નથી.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિલંબ થવાનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં જમીન સંપાદન છે. એટલું જ નહીં, પણ નૅશનલ હાઈ સ્પીડ રેલવે કૉર્પોરેશન લિમિટેડને બાંદરા-કુર્લા કૉમ્પલેક્સમાં અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન બનાવવા માટે છેલ્લા એક વર્ષથી કોઈ બીડર પણ મળ્યો નથી.
હાલમાં રેલવે બોર્ડના ચૅરમૅન અને CEO સુનીત શર્માએ કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે એ કહેવું અશક્ય છે. ગુજરાતમાં 95 ટકા જમીનનું સંપાદન થઈ ગયું છે, પરંતુ મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં અનેક અડચણો આવી રહી છે. સ્ટેશન બાંધવા માટે બીડર પણ મળ્યો નથી.
