ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
સીરો નામની સંસ્થા દ્વારા મુંબઈ શહેરની અંદર ત્રણ તબક્કામાં એક સર્વે નું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વે દ્વારા એ શોધવામાં આવી રહ્યું છે કે શહેરના કયા ભાગમાં તેમજ લોકો માં કેટલા એન્ટિબોડી પેદા થયા છે.
આ સર્વે નો પહેલો તબક્કો પતિ ગયો છે જેના પરિણામો ચોંકાવનારા છે. અત્યાર સુધી જાહેર કરાયેલા પરિણામ મુજબ ઝૂંપડપટ્ટીમાં રહેનારા ૪૬ ટકા લોકોમાં એન્ટીબોડી છે. જ્યારે કે ઇમારતોમાં રહેનાર માત્ર ૨૧ ટકા લોકોના શરીરમાં એન્ટીબોડી છે.
આનો અર્થ એ થયો કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા લોકો ઇમારતમાં રહેનારા લોકો કરતા વધુ તંદુરસ્ત છે.