Site icon

બોલો, ક્યારેય સાંભળ્યું છે ડાકુઓનું સંગ્રહાલય !? મધ્યપ્રદેશના આ શહેરમાં બનવા જઈ રહ્યું છે આવું જ કંઈ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

23 ડિસેમ્બર 2020 

યુવાનોને ગુનાખોરી ના માર્ગે જતાં રોકવા માટે હોવી ડાકુઓનું અનોખું સંગ્રહાલય બનાવવામાં આવશે. ભીંડ પોલીસે અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. ચંબલ કુખ્યાત ડાકુઓનું ઘર રહ્યું છે. મોટાભાગના કુખ્યાત ડાકુ હવે મુખ્ય ધારા પર પાછા ફર્યા છે. જ્યારે કેટલાક પોલીસ અથડામણમાં માર્યા ગયા છે. હવે આ આખી વાર્તા સંગ્રહાલયમાં દર્શાવવામાં આવશે. 

ભીંડ પોલીસ એક મ્યુઝિયમ બનાવી રહી છે, જ્યાં ડાકુઓને હથિયાર હેઠા મુકવા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવાની માહિતી શેર કરવામા આવશે. 

પોલીસે ગુનાની દુનિયામાં પગ મૂકનારાઓને પાઠ શીખવવા અને સંદેશા આપવા નવી પહેલ શરૂ કરી છે. પોલીસ દ્વારા  ચંબલમાં બળવાખોર ડાકુઓની નાબૂદી અને સમાજના મુખ્ય પ્રવાહમાં પરત ફરવાની કથા કહેવાની તૈયારી કરી રહી છે. કુખ્યાત ડાકુ મોહરસિંહના કર્મા વિસ્તારમાં આવેલા મેહગાંવમાં બ્રિટીશ જમાનાના ઐતિહાસિક પોલીસ સ્ટેશનની ઇમારતની પસંદગી કરવામાં આવી છે. 

આ સંગ્રહાલયમાં, એક સંપૂર્ણ ઇતિહાસ, 1960 થી 2011 દરમિયાનનું ચંબલ, આ વિસ્તારમાં સક્રિય ડાકુઓના ફોટા અને તેમની ગેંગના સભ્યોની સંપૂર્ણ વાર્તા કહેવામાં આવશે. તેમના શસ્ત્રો પણ દર્શાવવામાં આવશે. તેમજ બલિદાન આપનારા પોલીસકર્મીઓ અને અધિકારીઓની બહાદુરીની  કથાઓ કહેવાશે.  

મ્યુઝિયમ બનાવવા માટે લોકોની ભાગીદારી અને પોલીસ ભંડોળમાંથી આ રકમ ફળવવામાં આવશે. ઘણા ડાકુઓએ 1980 થી 90 સુધી ચંબલમાં આત્મસમર્પણ કર્યું. તેમાંથી ફૂલન દેવી, ઘનસા બાબા, મોહરસિંહ, માધોસિંઘ મુખ્ય ડાકુ હતા. શરણાગતિ પછી, આ ડાકુઓએ સજા પણ કાપી અને છૂટા થયા પછી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ મનપરિવર્તન થતાં સમાજસેવા પણ કરી.. આમ આજના યુવાનો ગેરમાર્ગે ન ડોરોય એ માટે સરમારે ડાકુઓનું અનોખું મ્યુઝિયમ બનાવવાનો પ્રયત્ન કર્યો છે..

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version