ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
17 ઓગસ્ટ 2020
જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજનું (90) આજે નિધન થયું છે. તેઓ પાછલાં લાંબા સમયથી યુ.એસ.ના ન્યુ જર્સીમાં પરીવાર સાથે રહેતાં હતાં. ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધાં છે. પંડિત જસરાજ શાસ્ત્રીય સંગીતના 'મેવાતી' ઘરાના ના હતા. દેશના જાણીતા શાસ્ત્રીય ગાયક પિતા પંડિત મોતીરામેં સંગીતનું પ્રારંભિક શિક્ષણ પંડિત જસરાજને આપ્યું હતું. ત્યાર બાદમાં તેમના મોટા ભાઈએ તેમને તબલા વાદક તરીકે તાલીમ આપી હતી.
પંડિત જસરાજે 14 વર્ષની કુમાર અવસ્થામાં ગાયક તરીકેની તાલીમ શરૂ કરી. 22 વર્ષની ઉંમરે, તેમણે ગાયક તરીકે પ્રથમ જાહેર જલસો કર્યો હતો. શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ તેમને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
હરિયાણાના હિસારના વતની પંડિત જસરાજે મધુર શાંતારામ સાથે લગ્ન કર્યા હતાં, જે પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક વી શાંતારામના પુત્રી હતાં. તેમને એક પુત્ર સારંગ દેવ અને પુત્રી દુર્ગા જસરાજ છે. તે ઓ પણ સંગીત ક્ષેત્રે કાર્યરત છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com