Site icon

વોટ આપવા માટે પહોંચ્યા મુરતિયાઓ, મતદાન કરવા માટે કોઈએ બદલ્યો લગ્નનો સમય, તો કોઈ લગ્ન કરીને તરત પહોંચ્યું મતદાન કરવા 

આ યુવકે લોકોને વોટ આપવાની અપીલ કરતા કહ્યું 'હું તમામને વોટ આપવાની અપીલ કરું છું. પોતાનો વોટ વ્યર્થ ન કરો. આજે સવારે મારા લગ્ન થવાના હતા, પરંતુ મેં એનો સમય બદલીને સાંજે કરાવી દીધો. મને પોતાના લગ્ન માટે હવે મહારાષ્ટ્ર નીકળવાનું છે.'

My wedding was in morning in Maharashtra. But I rescheduled Gujarat voter

વોટ આપવા માટે પહોંચ્યા મુરતિયાઓ, મતદાન કરવા માટે કોઈએ બદલ્યો લગ્નનો સમય, તો કોઈ લગ્ન કરીને તરત પહોંચ્યું મતદાન કરવા

News Continuous Bureau | Mumbai

Gujarat Assembly election : આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat assembly election) ના પ્રથમ તબક્કાનું મતદાન (Voting) થઈ રહ્યું છે ત્યારે વધુને વધુ લોકો આ લોકશાહીના પર્વને ઉજવી રહ્યા છે. નેતાઓ પોતાના પરિવાર સાથે વોટ (Voters) આપવા પહોંચી રહ્યા છે તો ઘણી જગ્યાએ એવા પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે લગ્ન (Wedding) બાદ કે લગ્ન પહેલા વાર કે કન્યા પોતાનો અમૂલ્ય વોટ આપવા માટે પહોંચી રહ્યા છે. 

Join Our WhatsApp Community

દરમિયાન તાપી જિલ્લામાં આવું જ એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું, જયારે એક યુવક લગ્નની શેરવાની પહેરીને વોટ આપવા પહોંચ્યો. આ યુવકે પિતાના લગ્ન કરતા વધુ મહત્ત્વ મતદાનને આપ્યું. મતદાન માટે આટલી ઉત્સુકતા દેખાડનાર આ યુવકે કહ્યું કે તેના લગ્નનો સમય નક્કી હોવા છતાં વોટ આપવા માટે તે મતદાન કેન્દ્ર (Voting center) પહોંચ્યો. ચોંકાવનારી વાત એ છે કે તેના લગ્ન મહારાષ્ટ્રમાં થવાના છે. 

આ યુવકે લોકોને વોટ આપવાની અપીલ કરતા કહ્યું ‘હું તમામને વોટ આપવાની અપીલ કરું છું. પોતાનો વોટ વ્યર્થ ન કરો. આજે સવારે મારા લગ્ન થવાના હતા, પરંતુ મેં એનો સમય બદલીને સાંજે કરાવી દીધો. મને પોતાના લગ્ન માટે હવે મહારાષ્ટ્ર નીકળવાનું છે.’ આ યુવકે લોકોમાં મતદાન અંગે જાગૃતિનો સંદેશો પહોંચાડતા તમામ જાનૈયાઓને પણ મતદાન કરવા પૈલ કરી હતી.

આ સમાચાર પણ વાંચો: મુંબઈવાસીઓ શુક્રવારના દિવસે સડક માર્ગે બહાર નીકળતા પહેલા વિચારી લેજો. શહેરમાં VIP મુવમેન્ટ હોવાથી આટલા રસ્તાઓ પર ભારે ટ્રાફિક રહેશે.

આ યુગલે કર્યું લગ્ન બાદ તરત મતદાન 

ગુજરાત ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનને લઈને કેટલીક જગ્યાએ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં પણ લગ્ન કર્યા પછી, એક યુગલ સીધા મતદાન મથક પર ગયું અને મતદાન કર્યું. ખંભાળિયા બેઠક ઘણી હાઈપ્રોફાઈલ ગણાય છે. અહીં મુકાબલો ભાજપના મૂળુભાઈનો AAPના CM ઉમેદવાર ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના વિક્રમ માડમ વચ્ચે છે.

બોટાદની દુલ્હન ચર્ચામાં આવી 

બોટાદમાં પણ લગ્ન દુલ્હને પોતાના લગ્ન પહેલા મતાધિકારનો પ્રયોગ કર્યો. બોટાદની યુવતી લગ્નના પહેરવેશમાં વોટ આપવા પહોંચી હતી. જોકે, દુલ્હને જણાવ્યું કે તે પહેલીવાર મતદાન કરી રહી છે તેથી આ તેની માટે વધુ મહત્ત્વનું છે. તેણે પહેલીવાર વોટ આપીને ખુશી પણ વ્યક્ત કરી હતી. 

ઉપરાંત જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાંથી પણ આવું દ્રશ્ય સામે આવ્યું હતું જયારે યુવતી મતદાનને પોતાની ફરજ સમજીને તેના પરિજનો અને સગા વ્હાલાઓ સાથે લગ્ન ગીત ગાતા-ગાતા મતદાન મથકે પહોંચી હતી. એવી જ રીતે ભાવનગરમાં પણ એક વરરાજાએ મતદાન કર્યું છે. જાન લઈને જતા પહેલા પોતાની લગ્નના દિવસે સવારે મતદાન મથકે જઈને મતદાન કર્યું છે. 

આ યુવક-યુવતીઓએ આજે મતદાન કરીને લોકો માટે એક ઉદાહરણ પૂરું પડ્યું છે. તેઓના ચહેરા પરથી મતદાનની ખુશી છલકાઈ રહી હતી. 

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version