Site icon

સ્વાસ્થ્ય જાણકારી: શું ખરેખર ચોખા, ઘી અને કેરી શરીર માટે છે બિનઆરોગ્યપ્રદ ખોરાક? જાણો શું છે હકીકત

News Continuous Bureau | Mumbai

સ્વાદિષ્ટ ભોજન કોને ન ગમે? પરંતુ એવા ઘણા લોકો છે જેઓ ફિટ અને હેલ્ધી(fit and healthy) હોવાને કારણે ફૂડ પ્રત્યે ખૂબ જ સભાન હોય છે અને પોતાનો મનપસંદ ખોરાક ખાવાથી બચે  છે. તેનું સૌથી મોટું કારણ ખોરાક સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ વિશેની ખોટી માહિતી છે. ઘણા લોકો તેમના આહારમાંથી કેરી(Mango), ચોખા(rice) અને ઘી (ghee)જેવી તમામ વસ્તુઓને બાકાત રાખે છે.વાસ્તવમાં, ઘણા લોકો માને છે કે કેટલીક વાનગીઓ સ્વાદિષ્ટ અને શરીર માટે બિનઆરોગ્યપ્રદ (unhealthy)હોય છે. તેમાં ભાત, ઘી અને કેરી જેવી વાનગીઓનો પણ સમાવેશ થાય છે. પરંતુ શું તમે આ વિશેની સંપૂર્ણ સત્યતાથી વાકેફ છો? જો નહીં, તો જાણો એક હેલ્થ વેબ સાઇટમાં પ્રકાશિત લેખમાં નિષ્ણાતોના મતે, આ બાબતોથી સંબંધિત સત્ય

Join Our WhatsApp Community

1. ચોખા ચરબી વધારે છે

મોટાભાગના લોકોની એવી માન્યતા છે કે ભાત (rice)ખાવાથી ચરબી વધે છે. કદાચ તેથી જ ઘણા લોકો વજન વધારવા માટે આહારમાં ભાતનો સમાવેશ કરવાની સલાહ આપે છે. તો કેટલાક લોકો જાડા થવાના ડરથી ભાત ખાવાનું ટાળે છે. જો કે, આમાં બિલકુલ સત્ય નથી. નિષ્ણાતોના(experts) મતે મર્યાદિત માત્રામાં ભાત ખાવાથી વજન પર કોઈ અસર થતી નથી. આ જ કારણ છે કે ડોક્ટરો(doctors) પણ ફિટ રહેવા માટે ખીચડી ખાવાની વાત કરે છે. જો તમે ઈચ્છો તો બ્રાઉન રાઈસ, રેડ રાઈસ, સોના મસૂરી રાઈસને તમારા આહારનો ભાગ બનાવી શકો છો. કારણ કે તેઓ સ્વસ્થ હોવાની સાથે સરળતાથી પચી પણ જાય છે. પરંતુ બાસમતી ચોખાનું (basmati rice)વધુ પડતું સેવન કરવાનું ટાળો કારણ કે તેનાથી વજન વધી શકે છે અને ડાયાબિટીસ (diabitis)અને હૃદય રોગ થઈ શકે છે.

2. ઘી કોલેસ્ટ્રોલ વધારશે

ઘી શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરંતુ ફિટનેસના (fitness)આ યુગમાં લોકો ઘી(ghee) ખાવાનું ટાળે છે. કારણ કે મોટાભાગના લોકોનું માનવું છે કે, ઘી ખાવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું(colestrol) સ્તર વધવા લાગે છે અને શરીરમાં ચરબીનું પ્રમાણ વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે ઘી શરીરના કોલેસ્ટ્રોલ(colestrol) લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. હા, નિષ્ણાતોના(experts) મતે ગાયના દૂધમાં સારું કોલેસ્ટ્રોલ colestrol) જોવા મળે છે. જે શરીરમાં વિટામીન ઓગળવામાં મદદ કરે છે. જો કે ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે, ભેંસનું ઘી પણ એટલું જ નુકસાનકારક છે. ભેંસનું ઘી ચરબીયુક્ત હોવાને કારણે તે સરળતાથી પચી શકતું નથી અને પાચનતંત્ર પર પણ ખરાબ અસર પડે છે.

3. કેરી ડાયાબિટીસ વધારે છે 

મોટાભાગના લોકો કેરી ખાવાનું ટાળે છે કારણ કે તેઓ વિચારે છે કે કેરી ખાવાથી ડાયાબિટીસનું (diabitis)જોખમ વધે છે, જ્યારે એવું નથી. એટલું જ નહીં, નિષ્ણાતોના(experts) મતે કેળા અને સફરજન જેવા ફળો પણ ડાયાબિટીસનું કારણ નથી. જો કે આ ફળનું વધુ પડતું સેવન કરવાથી અને શારીરિક પ્રવૃત્તિ ન કરવાથી ઘણી હદ સુધી ડાયાબિટીસ (diabitis)થવાની શક્યતા રહે છે. તેથી, કસરતને તમારી દિનચર્યાનો ભાગ બનાવીને, તમે સરળતાથી બધા ફળોનું સેવન કરી શકો છો.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો, તો સૂર્યાસ્ત પછી આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળો

Sangru Ram: ૭૫ વર્ષના વરરાજા, ૩૫ની દુલ્હન અને કોર્ટ મેરેજ… સુહાગરાતમાં જ બની એવી ઘટના કે ગામ માં મચ્યો હાહાકાર
IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Exit mobile version