ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
વિશ્વના સૌથી ઊંચા ડાંગરના છોડની શોધ માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ ધારક, શતાબ્દી મેલ્હાઇટ કેનીનું નાગાલેન્ડના ચુમુકેડીમામાં નિધન થયું છે.
મેલ્હાઇટ કેનીએ ગત 6 જાન્યુઆરીએ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો.
તેમને નાગાલેન્ડના 'પૈડી મેન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેમણે ઓક્ટોબર 1988માં નાગાલેન્ડના ચુમુકેડીમા વિસ્તારમાં 2.55 મીટર (8.5 ફૂટ) ઉંચા ચોખાના છોડની શોધ કરી હતી.
નાગાલેન્ડના મુખ્ય પ્રધાન નેફિયુ રિયોએ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા કહ્યું કે કેની નાગાલેન્ડના જાણીતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ હતા જેમને 1988માં વિશ્વના સૌથી ઊંચા ડાંગરના છોડની શોધ બદલ 2002માં ગવર્નરનો ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.
