Site icon

સ્વાસ્થ્ય જાણકારી- વરસાદની મોસમમાં માખીઓને ભગાડવા માટે અજમાવી જુઓ આ ઘરેલુ ઉપાય- ઘર રહેશે સાફ અને સ્વસ્થ

News Continuous Bureau | Mumbai

વરસાદની સિઝન શરૂ થતાં જ ઘરમાં અનેક પ્રકારના જીવજંતુઓ અને માખીઓ (flies)દેખાવા લાગે છે. તમારા ઘરમાં ભલે ગમે તેટલી સ્વચ્છતા હોય, પરંતુ ઘરમાં માખીઓ આવતી જ રહે છે, જે ઘરમાં દરેક જગ્યાએ ઉડતી રહે છે અને ખાવાની વસ્તુઓ પર પણ બેસી જાય છે. માખીઓ ખાદ્ય પદાર્થો પર બેક્ટેરિયા અને જંતુઓ છોડી દે છે. અલબત્ત, માખીઓ ખતરનાક નથી, પરંતુ તેઓ ઘણા પ્રકારના ચેપ ફેલાવે છે. તેથી, જો વરસાદની ઋતુમાં તમારા ઘરમાં માખીઓ આવવા લાગી હોય, તો તમે તેમને નુકસાન પહોંચાડ્યા વિના આ ટિપ્સ અપનાવીને તેમને દૂર ભગાડી શકો છો.

Join Our WhatsApp Community

1. મરી સ્પ્રે

જો તમારા ઘરમાં ઘણી બધી માખીઓ છે, તો તમે તેને દૂર કરવા માટે મરી નો(pepper spray) ઉપયોગ કરી શકો છો. માખીઓ ને મરી ની ગંધ બિલકુલ પસંદ નથી અને તેઓ મરી વાળા ખોરાકથી દૂર રહે છે. મરી નો ઉપયોગ કરીને માખીઓને દૂર કરવા માટે, મરી ના પાવડર ને હવાચુસ્ત પાત્રમાં રાખો મરીના પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને તેને બોટલમાં ભરીને જ્યા માખી આવતી હોય ત્યા સ્પ્રે કરો આમ કરવાથી માખી દૂર થશે.

2. આદુ સ્પ્રે

માખીઓને ભગાડવામાં આદુનો સ્પ્રે (ginger spray)ખૂબ જ મદદરૂપ છે. આ માટે એક બાઉલમાં ચાર કપ પાણી લો અને તેમાં 2 ચમચી સૂકું આદુ અથવા આદુની પેસ્ટ નાખો. હવે આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો. આ એસેન્સને પાણીમાં સારી રીતે ઓગળવા દેશે. આ પછી, આ મિશ્રણને સારી રીતે ગાળી લો અને તેને સ્પ્રે બોટલમાં ભરી દો. મિશ્રણ તૈયાર થયા પછી, આને ઘરની તે જગ્યા પર છાંટવું જ્યાં માખીઓ વધુ ફરે છે.

3. તુલસીના પાન

તુલસીના અને ફુદીના ના પાનની (mint and basil leaves)સુગંધથી માખીઓ ભાગી જાય છે, તેથી તેનો ઉપયોગ તમારા માટે અસરકારક સાબિત થઈ શકે છે. તમે આ બંનેનો પાવડર અથવા પેસ્ટ બનાવી શકો છો અને તેને પાણીમાં મિક્સ કરી શકો છો. આ પાણીને માખીઓ પર સ્પ્રે કરો. તે જંતુનાશક જેવી અસર દર્શાવે છે.

4. એસેન્શિયલ ઓઇલ 

એસેન્શિયલ ઓઇલ (essential oil spray)સ્પ્રે માખીઓને ઘરમાંથી દૂર રાખવામાં ઘણી મદદ કરે છે. આ સ્પ્રે બનાવવા માટે, તમે લોંગન ઓઈલ, કેરમ સીડ ઓઈલ, પેપરમિન્ટ ઓઈલ, લેમનગ્રાસ ઓઈલ અને તજ ઓઈલ જેવા કેટલાક તીવ્ર ગંધવાળા તેલનો ઉપયોગ કરી શકો છો. તેને બનાવવા માટે, દરેક તેલના 10 ટીપાં ઉમેરો. પછી તેમાં બે કપ પાણી અને બે કપ સફેદ વિનેગર ઉમેરો. હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો. સ્પ્રે તૈયાર છે, હવે તમે આ સ્પ્રેનો ઉપયોગ ઘરની તે જગ્યાએ કરી શકો છો જ્યાં વધુ માખીઓ હોય.

5. કપૂરનો ઉપયોગ

માખીઓ કપૂરની ગંધથી ટકી શકતી નથી. તેને ગંધ આવતા જ તે ભાગી જાય છે. તેથી, તમે તમારા ઘરમાંથી માખીઓને દૂર કરવા માટે કપૂર સ્પ્રે(kapoor spray) તૈયાર કરી શકો છો. તેને બનાવવા માટે, તમે કપૂરના 8-10 બોલને પીસીને તેનો પાવડર બનાવી લો. ત્યારપછી આ પાવડરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને ઘરમાં જ્યાં માખીઓ વધુ હોય ત્યાં છંટકાવ કરો.

6. લોબાન

જ્યાં ખૂબ જ માખીઓ બણબણતી હોય તેવી જગ્યાએ હંમેશા લોબાન(loban) જલાવીને રાખવું લોબાનનો સુગંધી ઘુમાડાથી માખીઓ આવતી નથી.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- શું તમને પણ હાથમાં દુખાવાની સમસ્યા રહે છે તો આજે જ કરવો ચેકઅપ- આ રોગની હોઈ શકે છે નિશાની

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version