News Continuous Bureau | Mumbai
શરીરની સ્થૂળતા શરીરમાં અન્ય અનેક પ્રકારની સમસ્યાઓનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને થાઈરોઈડ જેવી સમસ્યાઓ ગંભીર બની જાય છે. વજન વધ્યા (weight gain)પછી, લોકો તેને ઘટાડવાની નિત નવી રીતો અપનાવતા હોય છે, જેથી તેઓ ઓછા પ્રયત્નો અને ઓછા સમયમાં ઝડપથી વજન ઘટાડી(weight loss) શકે. અમે તમને અહીં આવી કેટલીક વાનગીઓ વિશે જણાવી રહ્યા છે જેનાથી તમે તમારું વજન ઘટાડી શકો છો.
1. ત્રિફળા
આયુર્વેદનું આવશ્યક તત્વ ત્રિફળા, જેમાં આમળા, હરડે અને બહેડા નો સમાવેશ થાય છે, તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ત્રિફળામાં(triphala) આ ત્રણેયને બીજ માંથી કાઢીને સમાન માત્રામાં પાવડર બનાવવામાં આવે છે. ત્રિફળા લેવાથી શરીર નું પાચન સારું થાય છે જેના લીધે આપણું મેટાબોલિઝ્મ સારું થાય છે. આ માટે તમારે રાત્રે સુતા પેહલા ગરમ પાણી સાથે ત્રિફળા નો પાવડર લો.
2. વરિયાળી
એક ગિલાસ પાણીની સાથે 2 ચમચી વરિયાળી (fennel seeds)ને 10 મિનિટ સુધી ઉકાળો. તેના પછી ગેસ બંધ કરી તેને થોડું ઠંડુ થવા દો. ત્યારબાદ આ પાણી હૂંફાળું રહે ત્યારે પી લો.
3. મેથી પાવડર
મેથીના દાણાનું સેવન મેટાબોલિઝમ વધારવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. મેથીનું સેવન વજન ઘટાડવા (weight loss)માટે ઘણી રીતે કરી શકાય છે. આવી જ એક રીત છે મેથીના દાણાનો પાવડર બનાવીને તેનું સેવન કરો. એક ગ્લાસ પાણી ઉકાળો, પછી તેમાં એક કે બે ચમચી મેથીનો પાવડર ઉમેરો. પછી તેને ચુસકી લઇ નેપીવો.
4. સૂંઠ પાવડર
સૂંઠ નો પાઉડર (ginger powder)વજન ઘટાડવા માટે એક ઉત્તમ રેસીપી છે. તેનું સેવન ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. દરરોજ સવારે સૂંઠ ના પાવડરને ગરમ પાણીમાં ભેળવીને પીવો. તેનાથી શરીરનો મેટાબોલિક રેટ વધશે અને વજન ઘટાડવામાં મદદ મળશે.
આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- પનીર અસલી છે કે નકલી તે જાણવા માટે ઘરમાં પડેલી આ 2 વસ્તુઓ થી કરો ટેસ્ટ
