Site icon

બ્યૂટી ટિપ્સ- ચોમાસાની સિઝનમાં પિમ્પલ્સ થી બચવા આ વસ્તુઓ નું સેવન ટાળો-જાણો તે ખોરાક વિશે

News Continuous Bureau | Mumbai

વરસાદની ઋતુમાં(monsonn season) ચટપટું અને બહારનું ખાવાનું ખૂબ ગમે છે.પરંતુ બહારનો ખોરાક ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. બહારનું વધુ પડતું ખાવાથી ત્વચા પર ફોલ્લીઓ(pimples) થઈ જાય છે. તે જ સમયે, તમને પિમ્પલ્સની સમસ્યા પણ થઈ શકે છે. ચોમાસામાં તમારે ખાવા-પીવાની બાબતમાં બેદરકાર ન રહેવું જોઈએ. વરસાદમાં તમારી ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમારે આ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

Join Our WhatsApp Community

1. જંક ફૂડ

વરસાદની મોસમમાં જંક ફૂડ (junk food)તમને બીમાર કરી શકે છે. ચોમાસામાં ખોરાક જલ્દી પચતો નથી. તેથી બહારનો ખોરાક ન ખાવો જોઈએ. તેનાથી પેટ કે ત્વચાની સમસ્યા થઈ શકે છે.

2. તેલયુક્ત અને મસાલેદાર ખોરાક

વરસાદમાં મસાલેદાર ખોરાક ન ખાવો. વધુ પડતા મસાલા શરીરમાં ગરમી વધારે છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ (pimples)બહાર આવી શકે છે.

3. ચા અને કોફી

વરસાદ પડતો હોય અને ગરમ ગરમ ચા મળી જાય તો મજા જ આવી જાય પરંતુ વરસાદની ઋતુમાં જો તમને ચા અને કોફી (tea and coffee)વધુ પીવાનું મન થતું હોય તો તમારે તેનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. તે ગરમી ઉત્પન્ન કરે છે.જેનાથી ચહેરા પર ખીલ થઇ શકે છે. 

4. ચટણી

જે લોકોની ત્વચા તૈલી (oily skin)હોય તેમણે ચટણી અને સોસ વધુ ન ખાવું જોઈએ. આ પ્રકારનો ખોરાક પેટમાં ગરમી વધારે છે.જેનાથી પિમ્પલ્સ થાય છે. 

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- ગરદનની કાળાશ દૂર કરવા અપનાવો આ ઘરેલું ઉપાય-થોડા જ વખત માં જોવા મળશે રિઝલ્ટ

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version