Site icon

સ્વાસ્થ્ય જાણકારી- શું યુરિક એસિડના દર્દીઓએ દહીંનું સેવન કરવું જોઈએ કે નહીં-જાણો અહીં

News Continuous Bureau | Mumbai

આજકાલ લોકોમાં યુરિક એસિડની (uric acid)સમસ્યા સામાન્ય બની રહી છે. જ્યારે યુરિક એસિડનું સ્તર વધી જાય છે ત્યારે દર્દીઓને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડે છે. યુરિક એસિડને નિયંત્રણમાં રાખવા માટે આહાર અને જીવનશૈલીનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. યુરિક એસિડનું પ્રમાણ વધવાથી સાંધામાં દુખાવો, સોજો અને હલનચલન કરવામાં તકલીફ થાય છે.યુરિક એસિડને નિયંત્રણમાં (uric acid control)રાખવા માટે, તમારે પહેલા તમારા આહારને)food) ઠીક કરવાની જરૂર છે. આયુર્વેદ (Ayurveda)અનુસાર યુરિક એસિડમાં ખાટી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. પરંતુ દરેકના મનમાં એક પ્રશ્ન છે કે શું યુરિક એસિડમાં દહીંનું (yogurt)સેવન કરી શકાય કે નહીં? તો આવો જાણીએ તેના વિશે 

Join Our WhatsApp Community

દહીંમાં (yogurt)ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન હોય છે, જે સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તેમાં લેક્ટોઝ, આયર્ન અને ફોસ્ફરસ પણ જોવા મળે છે, જે તેને સુપર ફૂડ(super food) કેટેગરી બનાવે છે. દહીંને કેલ્શિયમનો(calcium) સારો સ્ત્રોત માનવામાં આવે છે. કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. પરંતુ આટલા ફાયદાઓ હોવા છતાં પણ યુરિક એસિડમાં (uric acid)તેનું સેવન કરવાનું ટાળો.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- જો તમે પણ સવારે નરણા કોઠે પાણી પીતા હોવ તો આ બાબતો નું ખાસ રાખો ધ્યાન

આયુર્વેદ અનુસાર દહીં સ્વાદમાં ખાટું  હોય છે. યુરિક એસિડના દર્દીઓને તેનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દહીંમાં પ્રોટીનનું (protein)પ્રમાણ વધુ હોય છે જે યુરિક એસિડવાળા લોકો માટે હાનિકારક હોઈ શકે છે. તેથી તેનું સેવન ન કરવું વધુ સારું છે.

Castor Oil Price 2026: ઉંચા પાકના અંદાજથી એરંડામાં મંદી: નિકાસના કારોબાર ઉપર ચીનની પક્કડ
Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Exit mobile version