Site icon

CA ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર-આર્ટિકલશિપ ની મુદત 3ને બદલે હવે આટલા વર્ષ કરવાની ભલામણ જાણો વિગત

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ચાર્ટડ એકાઉન્ટન્ટ (CA)નો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ(CA students) માટે રાહતના સમાચાર છે. નવી શિક્ષણ નીતિ(education policy) મુજબ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (આઈસીએઆઈ)(ICAI)એ CA ના કોર્સમાં માગને અનુરૂપ પ્રશ્નપત્રોની(Corresponding question paper) સંખ્યામાં ઘટાડો, આર્ટિકલશિપ(Articleship) ના સમયગાળામાં 1 વર્ષનો ઘટાડો નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવા માટેની ભલામણ સરકારને મોકલવાનો નિર્ણય કર્યો છે.

ખાનગી કંપનીમાં(private company) 3 વર્ષને બદલે 2 વર્ષની આર્ટિકલશિપ જ્યારે ખાનગી પ્રેક્ટિસ ઈચ્છનારા માટે વધારાની 1 વર્ષની પ્રેક્ટિકલ ટ્રેનિંગ(Practical training) સૂચવવામાં આવી છે. હાલ લોકો પાસેથી સલાહ અને સૂચનો મંગાવાયા છે. કેન્દ્રની મંજૂરી પછી મે અથવા નવેમ્બરથી 2023 ફેરફારનો અમલ થઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :મહારાષ્ટ્રમાં આજે બપોરે એક વાગે દસમા ધોરણનું પરિણામ- આ લીંક પર ક્લિક કરો અને પરિણામ જાણો

કેન્દ્રની મંજૂરી મળશે તો સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિએટ(CA Foundation and Intermediate) ક્લિયર કરનાર, પરંતુ ફાઇનલ કરનાર વિદ્યાર્થીઓને બીએએ(BAA) (બિઝનેસ એકાઉન્ટિંગ એસોસિએટ્સ)નું પ્રમાણપત્ર અપાય તેવી શક્યતા છે.

સીએ ઈન્સ્ટિટ્યૂટમાં(CA Institute) છેલ્લા 70 વર્ષથી CAના અભ્યાસક્રમમા ત્રણ વર્ષની આર્ટિકલશિપ છે. સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિએટ પૂરું કર્યું હોય અને ફાઈનલ બાકી હોય તે સમયગાળામાં ત્રણ વર્ષની આર્ટિકલશિપ કરવાની રહેતી હતી. જેથી પરીક્ષા માટે રજા લેવી પડતી અને અવરોધ આવતો હતો. પરંતુ જો CAના કોર્સમાં બે વર્ષની આર્ટિકલશિપ કરવાથી વિદ્યાર્થીઓ કે ઉમેદવારોને ઈન્ટરમીડિએટ પછીથી આર્ટિકલશિપ કરવામાં સરળતા રહેશે. તે આર્ટિકલશિપ પત્યા પછી ફાઈનલ પરીક્ષા આપી શકશે.
આ સમાચાર પણ વાંચો : 
 જો તમે શોપિંગ ના શોખીન છો તો જાણો કયો દિવસ કઇ વસ્તુ ખરીદવા માટે છે શુભ-અશુભ

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version