ED ની પૂછપરછમાં સામે આવ્યો ચોંકાવનારો આંકડો- કરોડોની સંપત્તિના માલિક છે કોંગ્રેસ રાહુલ ગાંધી-જાણો સોનું અને જમીન સહિત કેટલી છે મિલકત 

 News Continuous Bureau | Mumbai

નેશનલ હેરાલ્ડ કેસ(National Herald case) મામલે રાહુલ ગાંધી(Rahul Gandhi) સાથે આજે ફરી ત્રીજા દિવસે પણ પૂછપરછ થવાની છે. રાહુલ ગાંધી સાથે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(Enforcement Directorate) એ વિતેલા બે દિવસમાં લગભગ 18 કલાક પૂછપરછ કરી ચુકી છે. મંગળવારના રોજ રાહુલ ગાંધીની પૂછપરછ પૂર્ણ થઈ શકી ન હતી, તેથી આજે ફરી રાહુલને બોલાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ED નેશનલ હેરાલ્ડ અખબાર કેસ(National Herald newspaper case) સાથે સંબંધિત લગભગ બે હજાર કરોડના મની લોન્ડરિંગ કેસ(Money laundering case)માં રાહુલની પૂછપરછ કરી રહી છે. એટલું જ નહીં કોંગ્રેસ પાર્ટીને તેના ફંડમાંથી લગભગ 90 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. બે હજાર કરોડના આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રાહુલ ગાંધી પાસેથી તેમની કુલ સંપત્તિ(net worth) વિશે માહિતી મેળવી રહ્યું છે.

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ મંગળવારે રાહુલ ગાંધીએ 660 મિનિટ સુધી EDના પ્રશ્નોનો સામનો કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીને 51 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એજન્સીએ આ પૂછપરછની વીડિયોગ્રાફી(Videography) પણ કરાવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલમાંથી યંગ ઈન્ડિયા કોણે બનાવ્યું અને ડિરેક્ટર તરીકે તે તેમાં કેવી રીતે આવ્યા તેના પર પણ સવાલો પૂછવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમની પાસે દેશ-વિદેશમાં કેટલી પ્રોપર્ટી(property) છે અને કઈ કઈ બેંકોમાં તેઓના બેંક ખાતા છે તેવા પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.  

આ સમાચાર પણ વાંચો : નવા-જૂનીના એંધાણ.. વિપક્ષની બેઠક પહેલા શરદ પવારને દિલ્હીમાં મળ્યા મમતા દીદી.. આ મુદ્દા પર થઇ ચર્ચા.

રાહુલ ગાંધીએ 2019ની લોકસભા ચૂંટણી(Loksabha election 2019) પહેલા રજૂ કરેલા સોગંદનામા(Afidevit)માં જણાવવામાં આવ્યું છે કે, તેમની પાસે 15 કરોડ 88 લાખ રૂપિયાથી વધુની સંપત્તિ છે. 2014માં તેમની સંપત્તિ 9.4 કરોડ હતી. રાહુલ પર 72 લાખ રૂપિયાની લોન(Loan) પણ છે અને તેમની પાસે પોતાની કાર(own car) પણ નથી. 

એટલું જ નહીં, એફિડેવિટમાં રાહુલ ગાંધી(Rahul Gandhi)એ તેમની જંગમ સંપત્તિ 5 કરોડ 80 લાખ 58 હજાર 799 રૂપિયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તે જ સમયે, સ્થાવર સંપત્તિ(property) 10 કરોડ 8 લાખ 18 હજાર અને 284 રૂપિયા છે. તેમણે બોન્ડ(Bond), શેર મ્યુચ્યુઅલ ફંડ(Mutual fund)માં 5 કરોડ 19 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. લગભગ પાંચ વર્ષ પહેલા વર્ષ 2014 સુધી તેમની પાસે કુલ 9 કરોડ 40 લાખ રૂપિયાની સંપત્તિ હતી. એટલે કે પછીના પાંચ વર્ષમાં તેમની સંપત્તિમાં લગભગ સાડા છ કરોડનો વધારો થયો હતો.

આ સિવાય રાહુલ ગાંધી પાસે ખેતર પણ છે. આ ખેતર દિલ્હી(Delhi)ના સુલતાનપુર(Sultanpur) ગામમાં છે, જે તેમને વારસામાં મળ્યું છે. આ સિવાય તેમની પાસે 333.3 ગ્રામ સોનું પણ છે. વર્ષ 2017-18 સુધી તેમની કુલ આવક એક કરોડ 11 લાખ 85 હજાર 570 રૂપિયા હતી. તેમની આવકનો સ્ત્રોત સાંસદ(MP) તરીકેનો તેમનો પગાર છે. આ સિવાય તેમની પાસે રોયલ્ટીની આવક પણ છે. તેમને ભાડાના પૈસા પણ મળે છે. મ્યુચ્યુઅલ ફંડ અને બોન્ડ વગેરેમાં કરાયેલા રોકાણનું વ્યાજ અને પાકતી મુદતની આવક પણ આવકના સ્ત્રોતમાં સામેલ છે.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના પરિવહન મંત્રી અનિલ પરબને ઈડીનું તેડું-આ મામલે તપાસ એજન્સીએ પાઠવ્યું સમન્સ-જાણો શું છે મામલો

Attari Railway Station: ભારતનું આ સ્ટેશન ઇન્ટરનેશનલ: પ્લેટફોર્મ ટિકિટ નહીં પણ પાસપોર્ટ ચેક થતો હતો; જાણો આ રેલવે સ્ટેશનનું અનોખું રહસ્ય!
Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Exit mobile version