Site icon

સ્વાસ્થ્ય જાણકારી- સુગર ફ્રી ટેબ્લેટ નું વધુ પડતું સેવન અનેક રોગોનું જોખમ વધારી શકે છે-જાણો શરીરને કેવી રીતે થાય છે નુકસાન

 News Continuous Bureau | Mumbai

ડાયાબિટીસથી પીડિત લોકો દ્વારા સાદી ખાંડની જગ્યાએ સુગર ફ્રી ટેબ્લેટનો (sugar free tablets)ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, શું તમે પણ તમારા ખાવા-પીવામાં આર્ટિફિશિયલ સ્વીટનર્સ એટલે કે કુત્રિમ મીઠાશ નો ઉપયોગ કરવા ટેવાયેલા છો. જો હા, તો હવે તમારે સંભાળવાની જરૂર છે. સુગર ફ્રી ટેબ્લેટ સ્વાદમાં મીઠી હોય છે પરંતુ તેમાં કેલરી (calories)હોતી નથી. આ જ કારણ છે કે ડાયાબિટીસના દર્દીઓ(diabetes patients) દ્વારા તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ડોકટરોના મતે આ ગોળીઓનો ઉપયોગ ચોક્કસ મર્યાદામાં જ થવો જોઈએ.તમને જણાવી દઈએ કે એક રિસર્ચ અનુસાર આર્ટિફિશિયલ સ્વીટનર્સના ઉપયોગથી ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની બીમારીઓનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. આ સિવાય તેના ઉપયોગથી વજન વધવાની (weight gain)અને સ્થૂળતાનો શિકાર બનવાની પણ શક્યતા રહે છે. આ તમામ બાબતો પાછળથી હૃદય સંબંધિત ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.

Join Our WhatsApp Community

WHOના એક રિપોર્ટ અનુસાર, આખી દુનિયામાં લગભગ 400 મિલિયન લોકો આ બીમારીનો શિકાર છે. આ ખતરનાક રોગમાં ઈન્સ્યુલિનનું સ્તર (insulin level)અસંતુલિત થઈ જાય છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ મેનિટોબા દ્વારા કરવામાં આવેલા સંશોધન મુજબ કૃત્રિમ ગળપણ પાચન તંત્ર પર વિપરીત અસર કરે છે. તેની સાથે આંતરડામાં રહેલા બેક્ટેરિયા (bacteria)પર પણ તેની નકારાત્મક અસર પડે છે, જેનાથી ભૂખ લાગવાની આદત પર અસર પડે છે.સંશોધકોએ કહ્યું કે લોકો સ્વસ્થ રહેવા માટે ખાંડને બદલે આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે. તેઓ નથી જાણતા કે તેનો ઉપયોગ સ્થૂળતા અને હૃદય સંબંધિત રોગોને આમંત્રણ આપી શકે છે. સંશોધન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે આજે ઉપયોગમાં લેવાતા ઘણા કૃત્રિમ સ્વીટનર્સમાં એસ્પાર્ટમ, સુક્રલોઝ અને સ્ટીવિયા જેવા ઘટકોનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી- ડાયાબિટીસને કંટ્રોલ કરવા થી લઇ ને લીવર માટે મોરિંગા છે સ્વાસ્થ્ય નો ખજાનો-જાણો તેના ફાયદા વિશે

કૃત્રિમ ખાંડનો(artificial sweeteners) લાંબા સમય સુધી ઉપયોગ તમને કેન્સર(cancer) જેવી બીમારીઓ આપી શકે છે. સુગર ફ્રી વજન ઘટાડતું નથી, પરંતુ તમામ શુગર ફ્રી(sugar free) ખાવાથી તમારી ભૂખ પર પણ અસર પડે છે. આ કારણે તમારું મેટાબોલિઝમ પણ ધીમે-ધીમે ઓછું થવા લાગે છે. તેના વધુ પડતા સેવનથી નિંદ્રા, નર્વસનેસ, ચીડિયાપણું, માથાનો દુખાવો અથવા સાંધાનો દુખાવો જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version