Site icon

સ્વાસ્થ્ય જાણકારી: જો તમને પણ આ લક્ષણો માંથી કોઈ પણ લક્ષણ દેખાય તો થઇ જાઓ સાવધાન, હાર્ટ એટેકના પ્રારંભિક સંકેત હોઈ શકે છે; જાણો સાયલન્ટ એટેક ના સંકેત વિશે

News Continuous Bureau | Mumbai

હાર્ટ એટેકને 'સાયલન્ટ' કહેવામાં આવે છે (silent heart attack)જ્યારે તે હળવા હોય અથવા કોઈપણ લક્ષણો (symptoms)વિના હોય કે જેને સરળતાથી અવગણી શકાય અથવા અન્ય રોગ માટે ભૂલથી સમજી શકાય. આવું ત્યારે થાય છે જ્યારે તમારા હૃદયને પૂરતો ઓક્સિજન મળતો નથી.સાયલન્ટ હાર્ટ એટેકને ઘણીવાર અવગણવામાં આવે છે. તેનાથી એટલું નુકસાન થાય છે કે તમે કલ્પના પણ કરી શકતા નથી. તેથી જ આપણે બધાએ હાર્ટ એટેકના પ્રારંભિક (early heart attack symptoms)સંકેતો વિશે જાગૃત રહેવાની જરૂર છે. જેથી સમયસર સારવાર મળી શકે. તો આવો જાણીયે હાર્ટ અટેક ના પ્રારંભિક લક્ષણો વિશે 

Join Our WhatsApp Community

1. છાતીમાં દુખાવો અને અગવડતા

છાતીમાં દુખાવો(chest pain) થવાના ઘણા કારણો છે. જો કે, છાતીમાં દુખાવો અને અગવડતા એ હાર્ટ એટેકની ચેતવણીની નિશાની હોઈ શકે છે. યુએસ સીડીસી અનુસાર, મોટાભાગના હાર્ટ એટેકમાં છાતીની મધ્યમાં અથવા ડાબી બાજુએ અસ્વસ્થતાની લાગણીનો અનુભવ  થાય છે, જે થોડી મિનિટોથી થોડા સમયસુધી રહે છે. અથવા તે થોડા સમય માટે સારું થઇ જાય છે અને પછી ફરી શરૂ થાય છે. 

2. ઉબકા અને હાર્ટબર્ન સહિત જઠરાંત્રિય સમસ્યાઓ,

નિષ્ણાતો માને છે કે પેટમાં દુખાવો,(stomach pain) અપચો, હાર્ટબર્ન (heartburn)અને ઉબકા જેવી જઠરાંત્રિય સમસ્યાઓ હાર્ટ એટેકના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે. પેટના ઉપરના ભાગમાં દુખાવો શરૂ થઈ શકે છે. જે સામાન્ય રીતે ડંખવાળું અથવા તદ્દન તીક્ષ્ણ હોય છે.

3. ચક્કર અથવા મૂર્છા

ગરમીમાં વધુ સમય વિતાવવાથી લઈને થાકેલી આંખો,(eyes) ગરદન (neck)કે પીઠમાં દુખાવો,(back pain) ઘણી વખત બેહોશી કે ચક્કર આવવા લાગે છે. જો કે, ચક્કર આવવા એ હાર્ટ એટેકની પ્રારંભિક ચેતવણી પણ હોઈ શકે છે, ખાસ કરીને સ્ત્રીઓમાં. આ લક્ષણ ઠંડો પરસેવો, છાતીમાં જકડન અથવા શ્વાસ લેવામાં તકલીફ સાથે પણ પ્રગટ થઈ શકે છે. આ દરમિયાન ઘણા લોકો બેહોશ પણ થઈ જાય છે.

4. દુખાવો જે હાથ અને જડબા સહિત શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે

હાર્ટ એટેકના ચેતવણી ચિહ્નો માત્ર શરીરના અમુક ભાગો પૂરતા મર્યાદિત નથી પરંતુ સમગ્ર શરીરમાં ગમે ત્યાં જોઈ શકાય છે. હાર્ટ એટેકનું ક્લાસિક સંકેત એ હાથનો દુખાવો (hand pain)છે, ખાસ કરીને શરીરની ડાબી બાજુએ. તે સામાન્ય રીતે છાતીથી  શરૂ થાય છે અને પછી હાથ પછી જડબામાં જાય છે. આ સિવાય ગરદન, પીઠ અને પેટમાં પણ દુખાવો થઈ શકે છે.

જો તમને આમાંના કોઈપણ લક્ષણોનો અનુભવ થાય, તો તરત જ તમારી નજીકની હોસ્પિટલ અથવા ડૉક્ટર પાસે જાઓ.

આ સમાચાર પણ વાંચો : સ્વાસ્થ્ય જાણકારી: વરસાદની સિઝનમાં ડેન્ગ્યુ-મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો થી બચવું હોય તો આજે જ ઘરમાં લગાવો આ છોડ, મચ્છર તેમજ અન્ય જીવાત રહેશે દૂર

 

Dr. Umar Nabi: દિલ્હી બ્લાસ્ટ: ધમાકા પહેલાં આતંકી ડૉ. ઉમર નબી મસ્જિદ ગયો હતો! CCTVમાં કેદ થયો છેલ્લો ફૂટેજ, તપાસમાં નવો વળાંક.
Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Exit mobile version