Site icon

બ્યૂટી ટિપ્સ: માત્ર સ્વાસ્થ્ય માટે જ નહિ ત્વચા માટે પણ ખુબ જ ફાયદા કારક છે જીરું, ચહેરો સાફ કરવાની છે સૌથી સરળ રીત; જાણો તેને બનાવવાની અને ઉપયોગ કરવાની પદ્ધતિ

News Continuous Bureau | Mumbai

રસોડામાં રાખવામાં આવેલ જીરુંનો (cumin) ઉપયોગ  વઘાર  માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે જીરું ચહેરા પર ચમક પણ લાવી શકે છે. જો કે, જીરું સ્વાસ્થ્ય અને પેટ માટે ફાયદાકારક છે. બીજી તરફ જીરામાંથી બનાવેલ સ્ક્રબ (scrub)ચહેરાને અંદરથી સાફ કરે છે. તો આવો જાણીએ જીરામાંથી સ્ક્રબ કેવી રીતે બનાવવું, જે ત્વચાને સરળતાથી સાફ કરશે અને તમારા પાર્લરના (parlor) પૈસા પણ બચાવશે.જીરામાં હાજર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ ત્વચાને હંમેશા યુવાન રાખે છે. તેમાં ઔષધીય ગુણો પણ છે. તે તમારી ત્વચા પર વૃદ્ધત્વના નિશાનો દેખાવા દેતું નથી. તેમાં ઘણા પ્રકારના વિટામિન અને મિનરલ્સ હોય છે. જે ત્વચાને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.

Join Our WhatsApp Community

1. જીરું સ્ક્રબ બનાવવાની રીત 

આ માટે બે ચમચી જીરું (cumin), અડધો કપ ખાંડ (sugar), એક ટેબલસ્પૂન મધ (honey), ત્રણથી ચાર ટીપાં બદામનું તેલ (almond oil) અને વીસ ટીપાં ટી ટ્રી ઓઈલ (tea tree oil). આ બધી વસ્તુઓને એક બાઉલમાં મિક્સ કરો. જીરું સાથે ખાંડ સારી રીતે મિક્સ કરો. પછી તેને એક શીશીમાં ભરીને રાખો. જીરુંમાંથી તૈયાર કરવામાં આવેલું આ સ્ક્રબ (scrub) ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. ત્વચાની ટેનિંગ દૂર કરવા માટે જીરાને પીસીને તેમાં દહીં (yogurt) મિક્સ કરો. ત્યારબાદ ગુલાબજળ (rose water) મિક્સ કરીને ત્વચા પર લગાવો.

2.ચહેરા પર ચમક

ચહેરાને સાફ અને ગોરો કરવા માટે જીરાના પાવડરમાં (cumin powder)હળદર પાવડર (turmeric powder) અને મધ (honey) મિક્સ કરો, તેનાથી તમારા ચહેરાની નિખારતા વધશે અને તે સુધરશે.

3. ચહેરાની કરચલીઓ

વધતી ઉંમર સાથે ચહેરા પર આવતી કરચલીઓ દૂર રાખવા માટે પણ જીરાનો (cumin) ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ચણાનો લોટ(gram flour) અને કાચા દૂધમાં (raw milk) જીરું (cumin) મિક્સ કરીને ચહેરા પર લગાવો. આ પેસ્ટને ચહેરા પર લગાવવાથી કરચલીઓ દૂર થાય છે. તો આગલી વખતે જ્યારે તમે બ્યુટી પાર્લરમાં જવાનું વિચારી રહ્યા હોવ તો એકવાર આ ફેસ પેકનો (face pack)ઉપયોગ કરો. તેનાથી ત્વચામાં ચોક્કસપણે ગ્લો આવશે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: ઉનાળા ની ઋતુ માં થાક અને તણાવ મુક્ત રહેવા માટે આ કુદરતી વસ્તુઓ ની મદદથી ઘરે જ બનાવો બાથ બોમ્બ, જાણો તેના ફાયદા અને ઉપયોગની રીત

 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version