Site icon

બ્યૂટી ટિપ્સ: ઉનાળામાં ચહેરા પરથી ડાર્ક સ્પોટ્સ દૂર કરવા માટે કરો તુલસી અને ફુદીના ના પાન ના આઈસ ક્યુબ નો ઉપયોગ; જાણો તેને બનાવવા અને લગાવવા ની રીત વિશે

News Continuous Bureau | Mumbai

ભારતમાં ધીમે ધીમે ઉનાળાનો કહેર વધી રહ્યો છે, આવી સ્થિતિમાં ચહેરાની ત્વચાની કાળજી લેવાની ખૂબ જ જરૂર છે. ઉનાળામાં પરસેવાના કારણે ત્વચા પર ઘણી બળતરા થાય છે. જેના કારણે ત્વચા પર ફોલ્લીઓ અને પિમ્પલ્સ પણ જોવા મળે છે. તેમજ સેન્સિટિવ સ્કિન ધરાવતા લોકોને ઉનાળામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉનાળામાં લાલાશ, અને ફોલ્લીઓ સામાન્ય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે લોકો ઘણીવાર બજારની ઘણી મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ તેની કોઈ અસર જોવા મળતી નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઉનાળાની ત્વચાની તમામ સમસ્યાઓથી બચી શકો છો.

Join Our WhatsApp Community

ત્વચા પર આઈસ ક્યુબ લગાવવાથી ઉનાળામાં ખૂબ સારું સાબિત થાય છે. આ સ્થિતિમાં, તમે ત્વચા પર બટાકાના આઈસ ક્યુબ લગાવી શકો છો. આ સિવાય ફુદીનો અને તુલસીના આઈસ ક્યુબ પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમારી ત્વચા તૈલી છે, તો ત્વચા પર બટાકાના આઈસ ક્યુબ ન લગાવો.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: જો તમે પણ ગ્રીન ટી પીધા પછી વપરાયેલી ટી બેગને ફેંકી દેતા હોવ તો થઇ જાઓ સાવધાન! આ ફાયદા જાણશો તો ક્યારેય તેને ફેંકવાની ભૂલ નહિ કરો

આઈસ ક્યુબ બનાવવા માટે તમને તુલસીના પાન, ફુદીના ના પત્તા, ગુલાબજળ અને પાણી ની જરૂર પડશે.હવે  એક કપ પાણી લો અને તેમાં 6-7 તુલસી અને 6-7 ફુદીનાના પાન પલાળી દો. થોડીવાર પછી તેને સારી રીતે ધોઈને ક્રશ કરી લો. જો તમે ઈચ્છો તો તેની પેસ્ટ પણ બનાવી શકો છો. હવે 1 કપ પાણીમાં પાનનો ભૂકો નાખો અને તમારે તેને ઉકાળી લેવાનું છે. ઓછામાં ઓછું 1 ઉકાળો આવે ત્યાં સુધી તેને ગેસ પર રાખો અને ત્યાર બાદ તેને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થાય ત્યારે તેમાં ગુલાબજળ ઉમેરો. અને તેમને બરફની ટ્રેમાં મૂકીને સ્થિર થવા માટે છોડી દો.હવે આ સેટ થયા બાદ , દરરોજ એક આઇસ ક્યુબ લો અને તેને તમારા ચહેરા પર ગોળાકાર ગતિમાં ઘસો. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અને તમે સીધા ચહેરા પર આઈસ ક્યુબ  ન લગાવી શકો, તો તમે તેને કોટન નેપકિનમાં લપેટીને લગાવી શકો છો.

Tiger at Shivling Video: કુદરતનો કરિશ્મા! જ્યારે જંગલનો રાજા બન્યો ભોળાનાથનો ભક્ત; શિવલિંગને નમન કરતા વાઘનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ.
Leopard and Black Panther viral video: કેમેરામાં કેદ થયો કુદરતનો કરિશ્મા! એક જ ઘાટ પર તરસ છીપાવતા દેખાયા દીપડો અને બ્લેક પેન્થર, જુઓ દુર્લભ વીડિયો.
EV vs Petrol Car Power: પેટ્રોલ vs ઇલેક્ટ્રિક: પાવર અને પરફોર્મન્સમાં કોણ છે અસલી રાજા? આ ટેકનિકલ સત્ય જાણી તમે પણ ચોંકી જશો.
Turmeric market news: હળદરમાં તેજીનો યુ ટર્ન: નિકાસકારોને ગુણવત્તાની ચિંતા
Exit mobile version