Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: ખીલ થી છુટકારો મેળવવા માટે અજમાવી જુઓ આ હર્બલ ડ્રિંક ; તમને મળશે પિમ્પલ્સ માં રાહત

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

ચહેરા પર રહેલા  પિમ્પલ્સ સુંદરતા બગાડવાનું કામ કરી શકે છે. ફોલ્લીઓ અને પિમ્પલ્સ થવાના ઘણા કારણો હોઈ શકે છે. પેટ સંબંધિત સમસ્યાઓને કારણે ઘણા લોકોને ચહેરા પર ખીલ , ફોલ્લીઓ થાય છે, જ્યારે ધૂળ, પ્રદૂષિત હવાના સંપર્કમાં આવવાથી ત્વચા પર ઘણી સમસ્યાઓ થઈ શકે છે.એટલું જ નહીં, જો તમે હેલ્ધી ડાયટ ન લો તો પણ આ સમસ્યા થઈ શકે છે. વધુ પડતા તેલયુક્ત, બિનઆરોગ્યપ્રદ ખોરાક લેવાથી પણ ખીલની સમસ્યા થઈ શકે છે.જો તમે પણ ખીલની સમસ્યાથી પરેશાન છો તો તમારે વધારે કરવાની જરૂર નથી. તમારે ફક્ત તમારા આહારમાં કેટલાક હર્બલ ડ્રિંક્સનો સમાવેશ કરવાનો છે. આ પીણાંનું સેવન કરવાથી તમે ખીલથી રાહત મેળવી શકો છો.આ હર્બલ ડ્રિંક્સનું સેવન કરીને તમે ખીલથી રાહત મેળવી શકો છો

1. ફળ નો જ્યુસ –
સંતરા, તરબૂચ, દાડમ જેવા ફળોનો જ્યુસ પીવાથી માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ ત્વચાને પણ સ્વસ્થ રાખી શકાય છે. તેમાં જોવા મળતા પોષક તત્વો ત્વચાને સ્વસ્થ રાખવામાં અને ખીલ દૂર કરવામાં મદદ કરે છે.

2. આમળા અને એલોવેરા જ્યુસ-
આમળા અને એલોવેરા બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આમળા અને એલોવેરા જ્યુસને ભેળવીને દરરોજ સવારે પીવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે. આ બંનેમાં એન્ટીઓક્સીડેન્ટ સારી માત્રામાં મળી આવે છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

3. હળદર અને લીંબુ નો જ્યુસ –
હળદરમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ખીલને દૂર કરવામાં અને ચેપ સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. લીંબુમાં વિટામિન સી મળી આવે છે જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ: જો તમે પણ આ બાબતો ની અવગણના કરશો તો પડી  શકે છે અંડરઆર્મ્સ ની ત્વચા કાળી; જાણો તેની કાળજી રાખવાની કેટલીક સરળ ટિપ્સ વિશે 
 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version