Site icon News Continuous Bureau | Mumbai

બ્યૂટી ટિપ્સ: ચણાના લોટ-હળદરનું આ ઉબટન પણ સ્ક્રબનું કામ કરે છે, આ રીતે કરો તેનો ઉપયોગ

Skin Care : Homemade Magical Ubtan Face Mask for Glowing Skin

Skin Care : Homemade Magical Ubtan Face Mask for Glowing Skin

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 05 માર્ચ 2022           

Join Our WhatsApp Channel

શનિવાર

ત્વચાનો રંગ ગમે તેવો હોય, જો તે સ્વચ્છ અને સ્પષ્ટ હોય, તો તે તમારા આકર્ષણને વધારે છે. ત્વચાની સંભાળ રાખવી પણ જરૂરી છે જેથી તેની ચમક જળવાઈ રહે અને ફોલ્લીઓ ન રહે. જો કે, એવું જરૂરી નથી કે તમે તેના પર મોંઘી પ્રોડક્ટ્સ લગાવો કે પાર્લરમાં સમય બગાડો. તમારા રસોડામાં હાજર વસ્તુઓ જ તમારી સુંદરતા વધારી શકે છે.આયુર્વેદમાં હળદરને ત્વચા ના રંગ ને વધારવા માટે નું સાધન માનવામાં આવે છે. ચણાનો લોટ, હળદર અને દૂધનું એક ખાસ ઉબટન છે, જે તમારા ચહેરાની ડેડ સ્કિનને દૂર કરવાની સાથે ડાઘ-ધબ્બા પણ દૂર કરે છે. આ ઇન્સ્ટન્ટ ગ્લોઇંગ ઉબટાન કેવી રીતે બનાવવું તે અહીં જાણો.

આ ઉબટન બનાવવા તમે જોઈશે ચણાનો લોટ, કાચું દૂધ , લીંબુ, હળદર, 2 ટીપાં નારિયેળ તેલ (તમે ઓલિવ તેલ અથવા ઘી પણ વાપરી શકો છો), ચોખાનો લોટ (અડધી ચમચી) હવે ચણાના લોટમાં એક ચપટી હળદર ઉમેરો. ચોખાનો લોટ ઉમેરો. હવે તેમાં થોડું દૂધ ઉમેરી તેની ઘટ્ટ પેસ્ટ બનાવો. તેમાં બે ટીપાં નાળિયેર તેલ અથવા થોડું ઘી ઉમેરો. હવે આ પેસ્ટને રાખો. 5 મિનિટ પછી તેમાં થોડું લીંબુ મિક્સ કરીને ચહેરા પર રહેવા દો. 20 મિનિટ પછી તેને ચહેરા પર સ્ક્રબની જેમ ગોળાકાર ગતિમાં ઘસો. જો બધી પેસ્ટ નીકળી જાય તો પાણીથી ચહેરો ધોઈ લો. ચહેરો સહેજ ભીનો હોય તો મોઈશ્ચરાઈઝર લગાવો. તમે તમારો ચહેરો સ્વચ્છ, સ્પષ્ટ અને ચમકદાર જોશો.

બ્યૂટી ટિપ્સ: જો તમારા ચહેરાની ચમક છીનવાઈ ગઈ હોય તો, ત્વચા પર લગાવો આ કુદરતી વસ્તુઓ, તમને મળશે ડાઘ રહિત અને ચમકતી ત્વચા

જો તમારી પાસે કેસર હોય તો કેસરના થોડા તાંતણા ને દૂધમાં 1 કલાક માટે પલાળી રાખો. આ કેસરવાળા દૂધમાં ચણાનો લોટ મિક્સ કરો. આ સ્ક્રબને તમે અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવી શકો છો. તેનાથી તમારી ત્વચા નો રંગ ખીલી ઉઠશે.  

 

Gujarat CM સુશાસનના ૫ વર્ષ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત બન્યું ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રનું હબ
iPhone 17 High Demand Post iPhone 18 Launch આઈફોન ૧૮ ની લૉન્ચિંગ પછી કેમ વધી ગઈ આઈફોન ૧૭ ની ડિમાન્ડ? બજારમાંથી સ્ટોક ગાયબ અને કિંમતોને લઈને સવાલો
Thane Fruit Seller Death Case લોનની રકમ બાબતે ઝઘડા બાદ ફ્રૂટ વેચનારનું પોલીસ સ્ટેશન જતી વખતે શંકાસ્પદ મોત, મહિલા સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ
PM Modi Independence Day Speech પીએમ મોદીનો અમેરિકા અને વિશ્વને સ્પષ્ટ સંકેત, ભારત હવે ‘ગ્લોબલ માર્કેટ’ પર કરશે કબ્જો!
Exit mobile version