Site icon

61 વર્ષનો બૉયફ્રેન્ડ અને 19 વર્ષની ગર્લફ્રેન્ડ, હા… હા… બરાબર વાંચ્યું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

અમેરિકામાં એક એવો બનાવ સામે આવ્યો છે કે જે વાંચીને થોડું અજુગતું લાગશે, પણ છે એવું કે અહીં એક 19 વર્ષની છોકરીએ 61 વર્ષના પુરૂષ સાથે લગ્ન કર્યાં છે.

આ લગ્ન ઘણાં કારણોસર ચર્ચામાં રહ્યાં છે. નોંધપાત્ર રીતે બંનેની ઉંમરમાં 42 વર્ષનો તફાવત છે. યુવતીએ આ લગ્ન વિશે માહિતી આપી. જ્યારે તેનો પરિવાર તેના બૉયફ્રેન્ડને પ્રથમ મળ્યો ત્યારે તેઓ ગુસ્સે થયા અને પોલીસને ફોન કર્યો, તેણે કહ્યું. પરિવાર અમારાં લગ્નનો વિરોધ કરતો હતો. યુવતીએ કહ્યું કે અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ લગ્ન કર્યાં.

ચાલાક ડ્રેગન ચીનને વધુ એક ઝટકો! એમેઝોને આટલી બધી ચાઈનિઝ બ્રાન્ડ્સ પર કાયમ માટે મૂક્યો પ્રતિબંધ; જાણો વિગતે 

19 વર્ષીય ઓડ્રે ચેયેન-સ્માઇલી મૂને મીડિયામાં કહ્યું કે, “કેવિન બાયો 61 વર્ષનો છે અને તેનાં બે બાળકો છે.  તેણે કેવિનના  અગાઉનાં લગ્ન અને તેના પરિવાર વિશે જાણ્યા હોવા છતાં લગ્ન કરવાનું નક્કી કર્યું. તે સેનામાં અધિકારી છે. ઉંમરમાં આટલું અંતર છે અને પરિવારને કહ્યું કે તે કેવિન સાથે લગ્ન કરશે. કેવિન તેને જોવા આવ્યો હતો. તે સમયે પરિવારને લાગ્યું કે તે છેતરપિંડીનો કેસ છે, જ્યારે તેમને અમારી ઉંમરના તફાવત વિશે ખબર પડી અને તેના બે બાળકો વિશે જાણ્યું તો તેમણે સીધો પોલીસને ફોન કર્યો.”

તેણે કહ્યું કે, “તે કેવિન વિશે બધું જાણવા છતાં લગ્ન કરવા મક્કમ છે. તેથી પરિવારે પણ લગ્ન માટે સંમતિ આપી. ઓડ્રેએ કહ્યું કે આખરે ઘણી મુશ્કેલીઓ પછી અમે લગ્ન કર્યાં. અમે એક ડેટિંગ સાઇટ પર મળ્યાં,  42 વર્ષનું અંતર હોવા છતાં અમે એકબીજા પ્રત્યે આકર્ષાયાં હતાં. તે માત્ર આકર્ષણ જ નહીં, પરંતુ પ્રેમ હતો, જેણે અમને ખ્યાલ આપ્યો અને અમે લગ્ન કરવાનું નક્કી કર્યું.”

અમારી પ્રથમ મુલાકાતના થોડા દિવસો પછી, કેવિને મને લગ્ન વિશે પૂછ્યું. તેણે પણ તેને હા પાડી. તે સમયે અમારા મનમાં ભય અને ઉત્તેજનાની ઘણી લાગણીઓ હતી. લગ્ન કરવાનું નક્કી કર્યું. જોકે અમારી સામે પ્રશ્ન હતો કે આગળ શું કરવું. આખરે પરિવારને મનાવ્યા પછી તેઓ કેવિનને મળવા સંમત થયા. પ્રથમ બેઠક પછી ગુસ્સો શાંત થયો અને કેવિન વિશેની તેમની ગેરસમજો દૂર થઈ ગઈ. પરિવારે લગ્ન માટે સંમતિ આપી.

અમે તો પરંપરા પ્રમાણે જ વિસર્જન કરીશું, કોલ્હાપુરમાં એક ઠેકાણે કોરોનાના બધા જ નિયમો નેવે મુકાયા અને ઉપરથી પોલીસ સાથે કર્યો વિવાદ; જાણો વિગત

ઓડ્રેએ કેવિનને કહ્યું હતું કે “આપણી ઉંમરનું અંતર સમાજ માટે ચર્ચાનો વિષય બની શકે છે. જોકે આપણને સાચો પ્રેમ છે. તેથી વયનો તફાવત અમારા માટે વાંધો નથી. આપણે ફક્ત એકબીજાનો જ વિચાર કરીએ છીએ.”

 તેઓ બંને તેમના આત્મવિશ્વાસ સાથે વ્યવહાર કરે છે, કારણ કે તેઓ તેમનાં જીવનમાં આનંદથી રહે છે.

High Cortisol: કોર્ટેસોલ સ્તર વધારે થવાથી શરીરમાં અનેક હોર્મોનલ અને મેટાબોલિક સમસ્યાઓ ઊભી થાય છે, જાણો કુદરતી રીતે કેવી રીતે કરશો તેને નિયંત્રિત
Ganeshotsav: વૃક્ષારોપણ અને દેશભક્તિનો સંદેશ આપતો અનોખો પ્રયાસ
Rajasthan Crime: પત્નીના શ્યામ વર્ણથી નારાજ પતિએ એસિડ થી જીવતી સળગાવી, કોર્ટે આપ્યો આ ચુકાદો
Orange Shark: કોસ્ટા રિકા નજીક માછીમારોને એક દુર્લભ નારંગી રંગની શાર્ક મળી, અનોખા જીવની તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version